ચૂંટણી પંચ પાસે ચૂંટણી દરમિયાન પકડાયેલી ચીજ વસ્તુઓની વિગતો ન હોય કેન્દ્ર સરકારને વિગતો આપવા સુપ્રીમ કોર્ટનો હુકમ
વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ ભારતમાં મુકત અને ન્યાયીક વાતાવરણમાં ચૂંટણી યોજાઈ તે માટે સ્વાયત્ત ચૂંટણી પંચ બનાવવામાં આવ્યું છે. ચૂંટણી પંચના આદેશથી વિવિધ તંત્રો દ્વારા ચૂંટણી દરમ્યાન મતદારોને લલચાવવા રાજકીય પક્ષો, ઉમેદવારો દ્વારા અપાતા શરાબ, રોકડ સહિતની ચીજ વસ્તુઓને પકડવામાં આવે છે. આ ઝડપાયેલી ચીજ વસ્તુઓનું ચૂંટણી બાદ શું થાય છે? તે અંગે વિગતો કોઈપણ તંત્રો પાસે હોતી નથી જેથી આ મુદે થયેલી જાહેર હિતની અરજીમાં સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરીને વર્ષ ૨૦૧૪માં યોજાયેલી લોકસભાની ચૂંટણી દરમ્યાન શરાબ અને રોકડ રકમ અંગે નોંધાયેલા ગુન્હાઓની માહિતી આપવાનો આદેશ કર્યો છે.
સુપ્રીમ કોર્ટની ખંડપીઠના ન્યાયમૂર્તિઓ એનવી રમજા અને એમએમ સંતનાનાગવકરએ કેન્દ્ર સરકારને મતદારોને પ્રલોભીત કરવા માટે નાણા, શરાબ અને કેફી દ્રવ્યો સંબંધીત નોંધાયેલા ગુનાહોની તમામ વિગતો આપવા જણાવ્યું હતુ જયારે ચૂંટણી પંચે એવી માહિતી આપી હતી કે ૨૦૧૪ની ચૂંટણી દરમિયાન નોંધાયેલા આવા પ્રકારના ગુનાઓની અત્યારની પરિસ્થિતિ અંગે કોઈ જાણકારી ન હોવાનું જણાવ્યું ત્યારે ખંડપીઠે સરકાર તરફી હાજર રહેલા વકીલ એસ.બાલાસુબ્રમણ્યમને આવા કેસો અંગેની વિગતો આપવા હિમાયત કરી હતી.
કોર્ટમાં કર્ણાટક સરકારે લોકસભાની ગત ચૂંટણીમાં ૨૦ લાખ રૂપીયાની રોકડ સાથે પકડાયેલા શખ્સ સામેના કેસને ખારીજ કરવાના કોર્ટના હુકમ સમે કરેલી અપીલની સુનાવણી દરમિયાન કોર્ટે કેન્દ્ર સરકારે ૨૦૧૪ની ચૂંટણી દરમિયાન પકડાયેલા નાણાં, શરાબ અને કેફી દ્રવ્યોના કેસની વિગતો આપવા જણાવ્યું હતુ ચૂંટણી પંચની ફલાઈગ સ્કવોડે ૨૦૧૪ની લોકસભાની બેલ્લારી બેઠકની ચૂંટણી દરમિયાન પ્રતિક પરાશનપૂરિયાને ૨૦ લાખ રૂ.થી વધુની રોકડ સાથે ઝડપી લઈ મતદારોને રૂશ્વત આપવા મામલે તેની સામે કેસ કર્યો હતો. કર્ણાટક હાઈકોર્ટના ૨૦ લાખની રોકડ સાથે પકડાયેલા શખ્સ સામેના કેસ ખારીજ કરવાના હુકમ સામે સરકારે સુપ્રીમ કાષર્ટમાં દાદમાંગી હતી.
આ સુનાવણી દરમિયાન કોર્ટે સરકારને આવા તમામ કેસોની વિગત આપવા જણાવ્યું હતુ ફેબ્રુઆરી ૨૦૧૫માં કર્ણાટક હાઈકોર્ટે આ મામલે ઝડપાયેલા શખ્સ મતદારોને લાંચ અપવાનો ઈરાદો રાખતો હોવાના કોઈ પુરાવાના ન હોવાના મુદે તેની સામેના કેસ ખારીજ કરવાનો નિર્ણય કર્યો હતો. સુપ્રીમના આ નિર્ણય સામે સરકારે દાદ માંગી હતી ચૂંટણી પંચ ગત ચૂંટણીમાં નોંધાયેલા આવા કેસની કાનૂની સ્થિતિ અંગેની કોઈ જાણકારી ન હોવાનું જણાવ્યું હતુ.
જેથી કોર્ટે સરકારને આ વિગતો આપવા આદેશ કર્યો છે આ વર્ષે ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં પણ ૮૧૨ કરોડ રૂપીયાની રોકડ ઉપરાંત શરાબ કેફી દ્રવ્યો અને સોના-ચાંદી હિરા સહિતની જવેરાતો મળી કુલ રૂપીયા ૩૩૭૦ કરોડની મતા જપ્ત કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે સરકારને ૨૦૧૪ની ગત લોકસભાની ચૂંટણીમાં મતદારોને પ્રભાવીત કરવા માટે થયેલા પ્રયાસો અને ચૂંટણી પંચ દ્વારા ઉભી કરાયેલી આચારસંહિતાની વ્યવસ્થા દરમિયાન રોકડ, નશીલા પદાર્થો અને દારૂ અંગેના નોંધાયેલા કેસની અત્યારે શું પરિસ્થિતિ છે. તેની વિગતો આપવા આદેશ કર્યો છે.