કોંગ્રેસના નેતાઓએ પોતાના શબ્દો પાછા ખેંચીને નૈતિકતા બતાવતાં જાહેરમાં માફી માંગે: વાઘાણી

ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ  “શ્રી કમલમ  ખાતે  મીડીયા સાથે વાતચિત કરતા જણાવ્યુ હતુ કે, સુપ્રિમ કોર્ટે આજે સમગ્ર રાષ્ટ્રના સંવેદનશીલ મુદ્દા રાફેલ ડીલ ઉપર એક મહત્વનો ચૂકાદો આપ્યો છે, જેથી સાબિત થાય છે કે પારદર્શકતા પૂર્ણ રાફેલ ખરીદી કરાર થયેલ છે. ત્યારે સમગ્ર દેશ અને ગુજરાતના કોંગ્રેસના નેતાઓ જ્યારે આ મુદ્દા ઉપર દેશના સપૂત એવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી પર ખોટા આક્ષેપો પર આક્ષેપો કરીને બદનામ કરવાનાતા કઠેડામાં ઉભા કરવાના નિરર્થક પ્રયાસો કોંગ્રેસ કરી રહી હતી ત્યારે, સુપ્રિમ કોર્ટે આજના ચૂકાદામાં જણાવ્યુ છે કે, રાફેલ ડીલમાં તમામ પ્રક્રિયા યોગ્ય થયેલ છે, કિંમત યોગ્ય છે તા પાર્ટનર પસંદગીમાં સરકારનો કોઇ રોલ નથી. સરકારની અણીશુધ્ધતા તા પારદર્શકતાઉપર સુપ્રિમ કોર્ટે મહોર મારી છે. વાઘાણીએજણાવ્યુ હતુ કે, આવા રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દે દેશના કોંગ્રેસના નેતાઓ દ્વારા જાહેરમાં ખોટા નિવેદનો કરીને દેશના સૈનિકોનું મોરલ ડાઉન કર્યુ છે, દેશની જનતાને ગેરમાર્ગે દોરી છે તેમજ દેશની પ્રતિષ્ઠાને હાનિ પહોચાડવાનું પાપ કર્યુ છે ત્યારે, કોંગ્રેસના નેતાઓએ પોતાના શબ્દો પાછા ખેંચીને નૈતિકતા બતાવતાં જાહેરમાં માફી માંગવી જોઇએ તેવી અપેક્ષા રાખુ છું.

વાઘાણીએ વધુમાં જણાવ્યુ હતુ કે, જેની ગળથૂથીમાં જ જુઠ્ઠાણા અને કૌભાંડ છે ત્યારે વચેટીયાઓ દ્વારા બોફોર્સ, અગષ્તા વેસ્ટેલેન્ડ જેવા અનેક કૌભાંડો આચરનાર કોંગ્રેસ સરકાર સામે હાલની ભાજપાની કેન્દ્ર સરકારે સ્પષ્ટપણે આવા વચેટીયાઓને દૂર કર્યા છે ત્યારે કોંગ્રેસને તેમના કરેલા પાપો તેમને યાદ આવવા જોઇએ. આ મુદ્દે દેશને છેતરવાનો રાહુલ ગાંધી અને સમગ્ર કોંગ્રેસના પ્રયાસ તદ્દન નિષ્ફળ ગયો છે. સુપ્રિમ કોર્ટના આજના ચૂકાદાથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ ગયુ છે ત્યારે, કોંગ્રેસે દેશની સુરક્ષા બાબતે નૈતિક હિમ્મત દાખવીને જનતાની માફી માંગવી જોઇએ.    

વાઘાણીએ વધુમાં જણાવ્યુ હતુ કે, જ્યારે જ્યારે કોંગ્રસ સત્તામાં આવી છે ત્યારે ભાગ બટાઇ કરીને હંમેશા પોતાના ઘર ભરવાના જ કાર્યો કરતી રહી છે, ક્યારેય સત્તાનો સદૂપયોગ કરીને જનતાની સેવાકાર્યો કર્યા નથી. તેની સામે ભાજપાની સરકાર હંમેશા સર્વસ્વીકૃત નિર્ણયો લઇને જનતાની સેવાકાર્યો કરતી આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.