- મૃત્યુ દંડની સજા બાદ દસ વર્ષ સુધી એકાંતમાં કાળાવાસ ભોગવવાના કારણે માનસિક સંતુલન ગુમાવ્યું
- દોષિતની દયાની અરજી નામંજૂર કરી મૃત્યુ દંડની સજાને બદલવા હકદાર ઠેરવતી વડી અદાલત
ફાંસીની સજાને માફ કર્યા વિના સુપ્રીમ કોર્ટે માનસિક સંતુલન ગુમાવનાર આરોપીને 30 વર્ષની સજાનો સુપ્રીમ કોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. 10 વર્ષ પહેલા આરોપીને મૃત્યુદરની સજા કરવામાં આવ્યા બાદ દસ વર્ષ સુધી એકાંતમાં કારાવાસ ભોગવતા મૃત્યુદરના આરોપીની માનસિક હાલતને ધ્યાનમાં રાખી ફાંસીની સજાના બદલે 30 વર્ષ સુધી સજાનો હુકમ કરવામાં આવ્યો છે હતી
અતિ ગંભીર ગુનાના આરોપીને દસ વર્ષ પહેલાં અદાલત દ્વારા ફાંસીની સજા ફટકારવામાં આવી હતી ત્યારથી દોષિતને જેલમાં મૃત્યુદરની અલગ કોટડીમાં એકાંતમાં કારાવાસની સજા રૂપે રાખવામાં આવ્યો હતો જેના કારણે લાંબા સમય સુધી એકાંતમાં રહેલા દોષિતે માનસિક સંતુલન ગુમાવ્યું હોવાનું તબીબી અભિપ્રાય પરથી સ્પષ્ટ બન્યું છે. દોષિત દ્વારા પોતાને થયેલી ફાંસીની સજા માફ કરવા અંગે સુપ્રીમ કોર્ટમાં દયાની અરજી કરવામાં આવી હતી દોષિતની અરજી અંગે ફાંસીની સજાના હુકમ સામે મનાઇ હુકમ આપવામાં આવ્યો હતો. આરોપી દ્વારા પોતાના દ્વારા કરાયેલી અરજીની સુનવણીમાં લાંબો સમય થયો હોવાનું જણાવવામાં આવ્યું હતું.
દસ વર્ષ પહેલા મૃત્યુદંડની સજા પામેલા કેદીએ માનસિક સંતુલન ગુમાવ્યા અંગેની પણ રજૂઆત કરવામાં આવી હતી. આરોપીની અરજી અંગે સુપ્રીમ કોર્ટની ડિવિઝન બેન્ચના જસ્ટિસ યુ.યુ. લલિત અને એસ રવિન્દ્ર ભટ્ટ તેમજ પીએસ નરસિંહમા સમક્ષ થયેલી સુનવણીમાં આરોપી મૃત્યુદડની સજાને બદલે 30 વર્ષની સજા કરવામાં આવ્યાનો મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે.દસ વર્ષ સુધી કારાવાસમાં મૃત્યુના ઇન્તજાર સાથે એકાંતમાં રહેલા આરોપીએ માનસિક સંતુલન ગુમાવ્યું હોવાથી મૃત્યુ દંડની સજા બદલવા હકદાર બને છે. પરંતુ મૃત્યુદડની સજાને માફ કર્યા વિના 30 વર્ષ સુધી જેલ સજાનો હુકમ કર્યો છે.આરોપીને અરજીની સુનાવણીમાં બે વર્ષ અને ત્રણ મહિનાનો સમય લાગ્યો છે તેને અસાધારણ વિલંબ કહી ન શકાય તેમ સુપ્રીમ કોર્ટને ત્રણ જજને ડિવિઝન બેન્ચ દ્વારા ઠેરવવામાં આવ્યો હતો.