રામલીલા, બાજીરાવ મસ્તાની બાદ હવે સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘પદ્માવતી’ પણ રિલીઝ પહેલા જ વિવાદોમાં સપડા, છે. રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાતનાં વિસ્તારોમાં ફિલ્મના વિરોધમાં લોકો રોષે ભરાઈ રહ્યા છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે પદ્માવતીને લઈને દાખલ થયેલી પીઆઈએલ નકારી છે. કોર્ટે કહ્યું કે હજુ તો ફિલ્મને સેન્સર બોર્ડનું સર્ટીફીકેટ પણ નથી મળ્યું માટે અદાલતમાં અરજી કરવાની જરૂર નથી.આ ઉપરાંત બીજેપીનાં રાજયસભા સાંસદ સુભ્રમ્ન્ય સ્વામીએ ફિલ્મ પદ્માવતીની પાછળ આંતરરાષ્ટ્રીય સાજીશ હોવાનો આક્ષેપ કર્યો છે. તેમનું કહેવું છે કે હિન્દુઓને બદનામ કરવા માટે દુબઈ પૈસા મોકલવામાં આવી રહ્યા છે. ફિલ્મનો વિરોધનું તથ્ય અલાઉદીન ખિલજી અને રાણી પદ્માવતી વચ્ચેનો રોમેન્ટીક સિન છે. જે ખિલજી પોતાના સપનામાં જુએ છે. જો કે ભણસાલીએ આવો કોઈ પણ સીન હોવાની હામી ધરાવી નથી.તો કેજરીવાલ પર બનેલી ફિલ્મ ‘એન અનસીગ્નીફિકેન્ટ’ની પણ હાઈકોર્ટમાં આજરોજ સુનવણી જાહેર કરાઈ છે. દરમિયાન બીજેપીનાં નેતાએ આક્ષેપ સાથે સવાલ ઉઠાવ્યો છે કે નિર્માતા પાસે આટલા બધા પૈસા આવ્યા કયાંથી, વ્યવસ્થા કરી કયાંથી, શું કોઈ દુબઈ લિંક છે ?!!
Trending
- સુરત: પાલ વિસ્તારમાં ડમ્પર ચાલકે 13 વર્ષના વિદ્યાર્થી વેદાંતને લીધો અડફેટે
- ગીર સોમનાથ: સોમનાથ મંદિર નજીક ગૌશાળા અને રામદેવપીર મંદિર ડેમોલેશનનો વિરોધ યથાવત
- આરોહીનો આ CUTE લૂક જોઈ ફિદા થઈ જશો
- Rajkot : સૌરાષ્ટ્ર યુનીવર્સીટીએ વિરોધ બાદ Ph.d ની ફીમાં કર્યો ઘટાડો
- 6 કરોડથી વધુ વસ્તી ધરાવતા ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ
- ઠંડીમાં ગીઝરનો ઉપયોગ કરતી વખતે આ વાતનું ધ્યાન રાખો, નહીં તો થઇ જશે કાંડ
- “જાગૃતિથી સશક્તિકરણ” કાર્યક્રમમાં ટાઈપ વન બાળકોને માર્ગદર્શન થકી મળી અનેરી ઊર્જા
- કાલે કોર્પોરેશનનો સ્થાપના દિવસ: હેમંત ચૌહાણ સહિત આઠ મહાનુભાવોને મેયર એવોર્ડથી સન્માનીત કરાશે