લોકોની ધાર્મિક શ્રઘ્ધાને લઇ સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય
ધાર્મિક સ્થળો પર લોકો શ્રઘ્ધા ભાવે પ્રાર્થના કરવા આવતા હોય છે. માટે દરેક જ્ઞાતિ-જાતિ અને ધર્મના લોકોને સમાન અધિકાર આપવાના હેતુથી સુપ્રિમ કોર્ટે ગુરુવારે જણાવ્યુઁ હતું કે શ્રી જગન્નાજી મંદીરમાં મનુષ્ય માત્રને કોઇપણ જાતના ભેદભાવ રહીત રિવાજ અને ધર્મ માટે પ્રવેશ આપવામાં આવશે. મંદીર સંસ્થાપકો કાયમી ધોરણે મંદીરમાં પ્રવેશવા પૂર્વ વ્યવસ્થિત પોશાક હોવાની ચકાસણી કરી શકે છે.
મંદીરે આવતા દરેક ભકતોની ધાર્મિક ભાવનાને માન્યતા આપી આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. ન્યાયાધીશ એ.કે.સિક્રી અને એસ. અબ્દુલ નઝીરે જણાવ્યું હતું કે હિન્દુ ધર્મ સર્વ માટે સમાન છે. અને અન્ય લોકોને ધાર્મિક સ્થળે પ્રવેશ આપવાથી હિન્દુત્વની ગરીમાં વધે છે. જો કે આ પરવાનગી બાદ મંદીરના સંચાલકોની હાઇજીન, ભેટ, સુરક્ષા જેવી જવાબદારીઓ વધે છે. પરંતુ તેના માટે જીલ્લા પ્રમાાણે જજો વ્યવસ્થામાં મદદરુપ બનશે.
ધાર્મીક સ્થળોએ પ્રવેશની માન્યતાઓને ઘ્યાનમાં લઇ કોર્ટે જણાવ્યું કે તમામ લોકોને પ્રવેશની છુટ તો અપાઇ છે. પરંતુ સંસ્થાના નિયમો અથવા અન્ય લોકોને પરેશાન કરનારાઓને મંદીરમાં દાખલ કરવામાં આવશે નહીં તેમજ દાન ઉધરાવવા માટે થાળી કે જગ ફેરવવું ગેરમાન્ય ગણાશે.