સુપ્રિમ કોર્ટે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ની વિનંતીને માન્ય રાખી છે. સરકારની ‘વન સ્ટેટ વન વોટ’ની શરત સામે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. વિનંતી કરી હતી કે ક્રિકેટ એસો.માં આ નીતિને ફોલો કરવી શકય નથી. ક્રિકેટ ક્ષેત્રના ગ્રોથ માટે તેના વિકાસ માટે આ શરતને દૂર કરવામાં આવી. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. તેના કાયદા પ્રમાણે, તેનું યોગદાન આપે જ છે.
સૌરાષ્ટ્રના ક્રિકેટના ઈતિહાસને જોવામાં આવે તો સૌરાષ્ટ્ર ક્રિકેટ જગતમાં ધણો ફાળો આવ્યો છે. અને દેશ અને રાજયને સન્માન પણ અપાવ્યું છે. તેવું બીસીસીઆઈ અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના સેક્રેટરી નિરંજન શાહે જણાવ્યું.
વધુમાં તેમણે ઉમેર્યું કે, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. તેમજ સૌરાષ્ટ્રના બધા ક્રિકેટ પ્રેમીઓ સાથે સાથે બીસીસીઆઈ સુપ્રીમ કોર્ટનો દિલથી આભાર માને છે. કે કોર્ટે કિક્રેટ એસો.ની વિનંતીનું માન રાખ્યું.