જમીન સંપાદન, વળતર ચુકવવા સહિતની પ્રક્રિયા પાંચ વર્ષમાં પૂર્ણ કરો: સુપ્રીમ
વળતરની રકમ કોર્ટ, તિજોરીમાં જમા કરાવી દેવાની પ્રક્રિયા વળતર ચુકવ્યુ ગણાય, એવું જમીન સંપાદન કાયદેસર ગણાય
સરકારી યોજનાઓ માટે જમીન સંપાદનની અડચણો દુર કરતો સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમે ચુકાદામાં જણાવ્યું છે કે, વિકાસ કામો માટે જમીન સંપાદન સહિતની પ્રક્રિયા પાંચ વર્ષે પૂર્ણ કરવા અને વળતરની રકમ કોર્ટ, તિજોરીમાં જમા કરાવી દેવાની પ્રક્રિયા વળતર ચુકવ્યું ગણાય.
દેશના સર્વાંગી વિકાસ માટે સાર્વજનિક રસ્તા અને સરકારી સંસ્થાઓના નિર્માણ અને વિકાસના કાર્યોને વધુ વેગવાન બનાવવા જમીન સંપાદનની કાર્યવાહી ઝડપી અને કાનુની વિવાદોના ઉકેલ માટે સુપ્રીમ કોર્ટે સરકાર અને વિકાસ સાથે જોડાયેલી સંસ્થાઓને મોટી રાહત થાય તેવા નિર્દેશમાં કોર્ટે જમીન સંપાદનની કાર્યવાહી અને નિશ્ર્ચિત સમય મર્યાદા માટેનો ખાસ અભિગમ અપનાવ્યો છે. કોઈપણ વિવાદ અને પરિયોજના પુરી કરવા માટે પાંચ વર્ષનો સમય સુનિશ્ર્ચિત કર્યો છે. અદાલતે વિકાસની પ્રક્રિયામાં જો જમીનનો કબજો સંપૂર્ણપણે ન મળ્યો હોય અથવા તો વળતર અપાયું ન હોય તો વિકાસમાં અવરોધ આવે છે તેવું સ્વીકારીને જમીન સંપાદન અને તેને લગતી ગતિવિધિઓ પાંચ વર્ષના સમયગાળામાં પુરી ન થતી હોય તેવી પરિસ્થિતિ જમીન સંપાદન અને કાનુની વિવાદોનો ઉકેલ સરળતાથી આવે છે માટે કવાયત હાથધરી છે.
સુપ્રીમ કોર્ટે એવી પણ સ્પષ્ટતા કરી છે કે, વિકાસ પરિયોજનાનો વિલંબ અદાલતના વચગાળાના હુકમથી થતો હોય તો પણ તમામ વિવાદો અને વળતરની ચુકવણી સહિતની પ્રક્રિયા પાંચ વર્ષમાં પુરી થઈ જવી જોઈએ. અદાલતમાં આ હુકમથી જમીન સંપાદનની પ્રક્રિયા ઝડપી અને વિવાદો ઉકેલ માટે સરળતા રહેશે. વડી અદાલતના પાંચ ન્યાયમૂર્તિઓના ખંડપીઠના ન્યાયમૂર્તિ અણ મિશ્રા, ઈન્દિરા બેનર્જી, વિનિત શરણ, એમ આર શાહ, એસ રવિન્દ્ર ભટ્ટની ખંડપીઠે જમીન સંપાદન અંગે ઉભી થયેલી વિસંગતતા દુર કરીને અપેક્ષ કોર્ટે કલમ ૨૪-૨ અંતર્ગત જમીન સંપાદનધારા અન્વયે પુરા વળતર મેળવવાના અધિકાર અને પારદર્શકતાની દુહાઈ સાથે મેળવેલા એક ચુકાદાને આધાર રાખીને વિવાદના ઉકેલ માટેની કમરકસી છે. એક ખેડુતે સંપાદિત થયેલી જમીનનો વળતર સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો અને સરકારે આ વળતરની રકમ ટ્રેજરી અથવા કોર્ટમાં જમા કરવાની પ્રક્રિયા હાથધરી હતી.
બંધારણીય ખંડપીઠે જમીન સંપાદન ધારા ૧૮૯૪ અન્વયે પાંચ વરસના સમયગાળા દરમિયાન વળતરના અધિનિયમને ગ્રાહ્ય રાખ્યો હતો. જમીનનો વાસ્તવિક કબજો વળતર ચુકવાયા વગર લઈ ન શકાય તેવા ૨૦૧૩ની ધારામાં સુધારો કરીને જમીન સંપાદનનો રસ્તો આસાન બનાવવાની પ્રક્રિયા કોર્ટે હાથધરી છે. સુપ્રીમ કોર્ટની ખંડપીઠે આ અંગે જણાવ્યું હતું કે, અધિનિયમ ૨૪-૨માં કબજા અને વળતર માટે વાપરવામાં આવેલા શબ્દ નોર અથવા એઝ ને એન્ડ વાંચીને આ વિવાદના ઉકેલ પાંચ વરસ અથવા વધુના સમય માટે જો લંબાયો હોય તો વ્યાખ્યામાં અર્થઘટનમાં શબ્દમાં ફેરફાર કરીને જમીન સંપાદન કરી લેવું જોઈએ. વળતર ન અપાયું હોય તો પણ તેમાં વિલંબ કરવું ન જોઈએ. વળતર ચુકવાઈ ગયું હોય તો તેને કબજો ન મેળવ્યો હોય તો પણ પડતા મુકવાની વ્યાખ્યામાં ન આવે જમીન સંપાદનના કાર્યમાં કબજો મેળવવામાં જમીન માલિક દ્વારા કરવામાં આવેલા દાવામાં ચુકવણીનો શબ્દમાં ખેડુતે હાથો હાથ વળતર ન લીધું હોય અને કોર્ટના બદલે તિજોરીમાં પૈસા જમા કરાવી દીધા હોય તો પણ તે વળતરની વ્યાખ્યામાં જ આવે. અદાલતની સંયુકત ખંડપીઠે એ વાત પણ નોંધી છે કે, સંપાદન સામે ખેડુતના વિરોધ માટેના દાવા દરમિયાન તેને કાયદાકિય પ્રક્રિયાનો વિલંબનો લાભ અને સંપાદન આડે અવરોધ ઉભા ન કરી શકાય. તમામ વિવાદો અને સંપાદનની પ્રક્રિયા પાંચ વર્ષમાં પુરી કરી નાખવી જોઈએ. પ્રક્રિયામાં વિલંબનો લાભ દાવેદારોને ન આપી શકાય. જયારે જમીન માલિક વળતરની રકમનો સ્વીકાર ન કરે પરંતુ કલમ ૨૦૨ની જોગવાઈ મુજબ વધુ વળતરની માંગણી કરતો આવો પ્રશ્ર્ન ધ્યાને લેવા જેવો નથી. વ્યકિતગત રીતે વળતર ન સ્વીકારીને એવો દાવો કરવામાં આવે છે કે તેને રકમની ચુકવણી થઈ નથી. આ મામલામાં કલેકટરના હુકમનામાને પડકારવામાં આવ્યો હતો. કલેકટરે સરકાર તરફે જમીન સંપાદન અને મિલકતને રાજય સાત કરવાનો નિર્ણય કર્યો હોય તેમ છતાં કબજેદાર તે જમીન પર દાવો રાખવાના કેસમાં અદાલતે એવો સ્પષ્ટ નિર્દેશ કર્યો હતો કે જમીન સંપાદનના કાર્યમાં જમીન માલિક દ્વારા જો ખોટી રીતે વળતરની લેણદેણ અર્થઘટન કરીને જમીન સંપાદનના કાર્યમાં અવરોધ ઉભો કરવામાં આવતો હોય તો કાયદેસર રીતે જમીનનું વળતર ન સ્વીકારીને કબજાની સોંપણીનો ઈન્કાર થતો હોય તો વળતરની રકમ કોર્ટ અથવા તો સરકારી તિજોરીમાં જમા કરાવી દેવાની પ્રક્રિયાને પણ વળતરની ચુકવણીની વ્યાખ્યામાં લઈને જમીન સંપાદનનું કાર્ય કાયદેસરનું ગણાય. સુપ્રીમ કોર્ટના આ અભિગમથી જમીન સંપાદનનું કામ ઝડપી અને વિવાદોના નિકાલનો રસ્તો આસાન બનાવ્યો છે.