રાજ્ય સરકાર કોઈપણ જ્ઞાતિને પછાત વર્ગમાં સામેલ ન કરી શકે: સુપ્રીમનો ચુકાદો
આઝાદી બાદ ભારતમાં સામાજીક સમરસતા અને આર્થિક પછાત અને શ્રીમંતો વચ્ચેની ખાય બુરાઈ જાય અને સામાજીક સમાનતાનો માહોલ ઉભો થાય તે માટે આર્થિક સામાજીક પછાત વર્ગને વિકાસની વાંટે ઝડપથી આગળ લઈ જવા માટે 10 વર્ષ માટે અનામતની જોગવાઈ કરવામાં આવી હતી અને અનામતની આ જોગવાઈના અમલ સાથે આ પ્રથાનો દર 10 વર્ષે સમીક્ષા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ અનામતને રાજકીય લાભનું સંશાધન બનાવીને ક્યારેય સમીક્ષા કરવાની કોઈએ હિંમત જ ન કરી અને અત્યારે અનામત અને બિનઅનામત વર્ગની સંખ્યા એક જેવી થઈ રહી છે. ત્યારે અનામતની યાદીમાં જ્ઞાતિઓને સામેલ કરવાનો રાજ્ય સરકારનો અધિકાર સુપ્રીમ કોર્ટે પરત લેવાનો આદેશ કર્યો છે.
સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું છે કે, બંધારણની કલમ 102, 2018માં કલમ 338 બીની જોગવાઈમાં નેશનલ કમિશન ઓફ બેકવર્ડ કલાસ અને 342-એ કે જે માત્રને માત્ર રાષ્ટ્રપતિને જ અનામત યાદીમાં જ્ઞાતિઓ સામેલ કરવાની હિમાયત કરે છે. પાંચ ન્યાયમૂર્તિની સંવેધાનિક ખંડપીઠના મુખ્ય ન્યાયમૂર્તિ અશોક ભૂષણ અને 4 ન્યાયમૂર્તિઓની ખંડપીઠે 412 પેઝના લાંબા ચુકાદામાં જણાવ્યું છે કે, અનામત યાદીમાં જ્ઞાતિઓને સામેલ કરવાનો રાજ્ય સરકારનો અધિકાર પરત લેવામાં આવે છે. મંડલપંચ કે કોઈપણ જોગવાઈમાં રાજ્ય સરકારોને પછાત જ્ઞાતિની યાદીમાં કોઈ જ્ઞાતિ, સમુદાયને સામેલ કરવાનો અધિકાર નથી. મહારાષ્ટ્રમાં મરાઠા અને ગુજરોને વધારાની અનામત આપવાની માંગણીએ આ મુદ્દો છેક સુપ્રીમમાં પહોંચાડ્યો હતો.
રાજકીય વર્ગ માટે લાભના લાડવા બની ગયેલ અનામત કોઈ ‘ખેરાત’ નથી
રાષ્ટ્રપતિને જ જ્ઞાતિ-સમુદાયને પછાતની ગણનામાં લેવાનો અધિકાર
સુપ્રીમ કોર્ટે બુધવારે કરેલા એક મહત્વના નિર્દેશમાં જ્ઞાતિ-સમુદાયને પછાત વર્ગમાં સામેલ કરવાનો અધિકાર રાજ્ય સરકાર કે, કેન્દ્ર સરકારના બદલે માત્રને માત્ર રાષ્ટ્રપતિને જ પછાત વર્ગની યાદીમાં નવી જ્ઞાતિને ઉમેરવાનો અધિકાર છે. ન્યાયમૂર્તિ અશોક ભૂષણ, એલ નાગેશ્ર્વર રાવ, એસ.અબ્દુલ નજીર, હેમદ ગુપ્તા અને એસ.રવિન્દ્ર ભટ્ટે કલમ 102 અને બંધારણીય સંવિધાનની જોગવાઈને તાકીદે રાજ્ય સરકારને કોઈ અધિકાર નથી કે તે પછાત વર્ગની યાદીમાં નવી જ્ઞાતિને સામેલ કરે. માત્રને માત્ર કલમ 366, પેટા કલમ 26-સી, 342-એ અને 102ની જોગવાઈ મુજબ રાષ્ટ્રપતિને જ જ્ઞાતિ સમુદાયને પછાતની ગણનામાં લેવાનો અધિકાર હોવાનું જણાવ્યું હતું.