- અકસ્માતના નિર્ણાયક તબક્કામાં તાત્કાલિક સારવાર મળે તે માટે યોજના બનાવવા ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયને સર્વોચ્ચ અદાલતની તાકીદ
માર્ગ અકસ્માતમાં નાણાકીય મુશ્કેલી કે પ્રક્રિયાના અવરોધને કારણે ઇજાગ્રસ્તો જીવ ગુમાવે છે ત્યારે અકસ્માતના નિર્ણાયક તબક્કામાં તાત્કાલિક સારવાર મળે તે માટે સુપ્રીમ કોર્ટ દ્વારા “ગોલ્ડન કવર”કેસલેસ મેડિકલ સારવાર યોજના તારીખ 14 માર્ચ સુધી ત્યાર કરવા સરકારને આદેશ કરતા પરિવહન મંત્રાલય દ્વારા આ યોજના અમલી બનાવવા માટે મુસદ્દો તૈયાર કરી રહી છે.સુપ્રીમ કોર્ટે દ્વારા ચુકાદામાં કેન્દ્ર સરકારને વાહન અકસ્માતના પીડિતોની ‘ગોલ્ડન અવર’માં કેશલેસ મેડિકલ સારવાર માટે યોજના તૈયાર કરવા જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે સરકારને 14 માર્ચ સુધીમાં પોલિસી તૈયાર કરવાનો આદેશ આપ્યો હતો. તેને લીધે નિર્ણાયક સમયમાં અકસ્માતના પીડિતોને પ્રાથમિક સહિતની મેડિકલ સારવારથી અનેક લોકોના જીવ બચાવી શકાશે.
મોટર વ્હિકલ્સ એક્ટ, 1988ની કલમ 2(12-એ) હેઠળ ગોલ્ડન અવરની વ્યાખ્યા દર્શાવાઇ છે. જેમાં અકસ્માત પછીના મહત્વના એક કલાકમાં મૃત્યુ અટકાવવા ઘવાયેલાઓને અપાતી સારવારનો સમાવેશ થાય છે. સુપ્રીમ કોર્ટના જજ અભય ઓકા અને ઓગસ્ટિન જ્યોર્જ મસિહે જણાવ્યું હતું કે, અમે કેન્દ્ર સરકારને મોટર વ્હિકલ્સ એક્ટની કલમ 162(2) હેઠળ 14 માર્ચ, 2025 સુધીમાં યોજના બનાવવાનો નિર્દેશ કરીએ છીએ. તેમાં વધુ મુદ્ત આપવામાં નહીં આવે. સુપ્રીમ કોર્ટે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયની એફિડેવિટ સાથે યોજનાની નકલ સુપરત કરવાનો આદેશ આપ્યો હતો.કોર્ટે જણાવ્યું હતું કે, વ્યાખ્યામાં જણાવ્યા અનુસાર ઘણા કેસમાં આ ‘ગોલ્ડન અવર’માં મેડિકલ સારવાર ન અપાય તો ઇજાગ્રસ્ત વ્યક્તિ જીવ ગુમાવી શકે. સતત વધી રહેલા વાહન અકસ્માતને પગલે વર્તમાન માહોલમાં કલમ 162 મહત્વની છે. ચુકાદો લખનાર જજ ઓકાએ નિર્ણાયક સમયમાં તાત્કાલિક સારવારના મહત્વ પર ભાર
મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, ઘણી વખત નાણાકીય મુશ્કેલી કે પ્રક્રિયાના અવરોધોને કારણે અકસ્માતના પીડિતો જીવ ગુમાવે છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રની કલમ 162 હેઠળ કેશલેસ સારવાર માટેની સ્કીમ તૈયાર કરી બંધારણની કલમ 21 હેઠળ સંરક્ષણ આપવા જણાવ્યું હતું. ચુકાદામાં જણાવ્યા અનુસાર વાહન અકસ્માતમાં વ્યક્તિને ઇજા થાય ત્યારે પરિવારના સભ્યો તેની પાસે ન હોય એવું બને. જોકે, તેને ‘ગોલ્ડન અવર’માં મેડિકલ સારવાર મળવી જરૂરી છે. દરેક જિંદગી કીમતી હોવા છતાં ઘણા કારણોસર વ્યક્તિને આ નિર્ણાયક ગાળામાં સારવાર મળતી નથી. ત્યારે અનેક ખવાયેલા લોકો મૃત્યુના મુખમાં ધકેલાય છે.અકસ્માતના નિર્ણાયક તબક્કામાં તાત્કાલિક સારવાર મળે તો માટે સુપ્રીમ કોર્ટ દ્વારા “ગોલ્ડન કવર”કેસલેસ મેડિકલ સારવાર યોજના તારીખ 14 માર્ચ સુધી ત્યાર કરવા સરકારને આદેશ કરતા કેન્દ્રીય મંત્રી નિતીન કરીના મંત્રાલય દ્વારા આ યોજના અમલી બનાવવા તૈયારી આરંભી દીધી છે.
હિટ એન્ડ રનમાં પીડિત પરિવારોને રૂ.2 લાખ સુધીનું વળતર અને અકસ્માતમાં ઘાયલોને સાત દિવસ માટે 1.5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવાની યોજના