વાહનોમાંથી મોટા અને ખતરનાક અવાજવાળા મલ્ટી ટોનેડ તેમજ લાઉડ સ્પીકરવાળા હોર્ન એક મહિનાની અંદર કઢાવી લેવા દેશની સર્વાચ્ચ અદાલતે કેન્દ્ર સરકારના સડક પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રાલયને આદેશ કર્યા છે. જેના ભાગરૂપે સ્ટેટ ટ્રાફિક બ્રાંચ અને આર.ટી.ઓ. સાથે વડોદરા પોલીસ પણ કામગીરીમાં લાગી ગઈ છે.
દેશમાં હવાની સાથે અવાજનું પ્રદુષણ પણ માથાના દુઃખાવા સમાન બન્યું છે. આ ઉપરાંત હાઈવે પર દોડતી લકઝરી બસોના હોર્ન પણ કાન ફાડી નાંખે તેવા હોય છે.
હરકતમાં આવેલા મંત્રાલયે દરેક રાજ્યોને પરિપત્ર પાઠવી સુપ્રિમ કોર્ટના આદેશનું પાલન કરાવવા જણાવ્યું છે.વડોદરા પોલીસ કમિશનર કચેરીને પણ આ પરિપત્ર મળતાં વાહનોમાંથી હોર્ન કઢાવવાની કામગીરી શરૂ કરવાની તજવીજ હાથ ધરી છે.
વાહનોમાંથી મોટા અવાજવાળા હોર્ન કઢાવી નાંખવા માટે સુપ્રિમ કોર્ટે એક મહિનાની મોહલત આપી છે, ત્યારે વડોદરા પોલીસ, સ્ટેટ ટ્રાફિક બ્રાંચ અને આર.ટી.ઓ સંયુક્ત રીતે કામગીરી કરશે, તેમ ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. અમદાવાદમાં હોર્નથી કંટાળી લોકોએ ટ્રેનને પથ્થર માર્યા હતા.તાજેતરમાં જ અમદાવાદમાં ટ્રેન પર સ્થાનિક રહિશોએે પથ્થરમારો કર્યા હતો. જેમાં ડ્રાઈવરને ઈજા પહોંચી હતી. આ પથ્થરમારો કરવા પાછળ એવી ચર્ચા ચાલી હતી કે, ટ્રેનનો ડ્રાઈવર કાન ફાડી નાંખે તેવો હોર્ન વારંવાર વગાડતો હતો. જેના કારણે લોકો પરેશાન થઈ ગયા હતા.