કોરોનાના વાયરસના કારણે સુપ્રીમ કોર્ટનો જાગન્નાથપુરીની થયાત્રા ન યોજવાનો આદેશ કર્યો છે.આ રથયાત્રા 23 જૂને નિકળનાર હતી. તેમાં વિશ્વભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ જોડાય છે. ભુવનેશ્વરના ઓરિસ્સા વિકાસ પરિષદે કરેલી જાહેર હિતની અરજીમા રથયાત્રાને મુલત્વી રાખવાની રજૂઆત કરવામાં આવી હતી.

બીજી તરફ ભારતીય વિકાસ પરિષદના સુરેન્દ્ર પાણિગ્રહીએ ઓરિસ્સા હાઈકોર્ટના 9 જૂનના આદેશ સામે અપીલ કરી છે.હાઈકોર્ટે કહ્યું હતું કે “એ વાત રાજ્ય સરકાર પર નિર્ભર છે કે તે ધાર્મિક કાર્યક્રમને થવા દેવા માંગે છે કે નહિ પરંતુ તે કાર્યક્રમને પરવાનગી આપે છે તો તેણે કોરોનાવાઈરસના ફેલાવાને રોકવા સંબધિત તમામ આદેશનું પાલન કરવું પડશે. આ સિવાય રથને વ્યક્તિઓની જગ્યાએ મશીન કે હાથીઓ જેવા માધ્યમોથી ખેંચવા પર વિચાર કરવો જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.