કોરોના કટોકટીના પગલે સુપ્રીમ કોર્ટે નવા કેસોની નોંધણીના લીમીટેશન પીરીયડ અનિશ્ર્ચિત મુદત સુધી વધારીને 14 માર્ચ 2021 પછીના તમામ કેસોની નોંધણી પર અનિશ્ર્ચિત મુદત સુધી રોકી દીધી છે. કોરોનાની બીજી લહેરને લઈને ઉભી થયેલી પરિસ્થિતિ અને આગામી સમયના ગંભીર સ્વરૂપને લઈને પરિસ્થિતિનો તકાજો સમજી પરિસ્થિતિ વધુ વણશે તેવી શકયતાને લઈને નવા કેસો નોંધવા પર રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટની બેંચે બીજો ઓર્ડર ન આવે ત્યાં સુધી 14 માર્ચ 2021 પછીના કેસો માટે લીમીટેશન પીરીયડને ધ્યાને લઈ 14-3-21ની સ્થિતિએ તમામ પ્રકારના ખાસ અને સામાન્ય કાયદાઓની પ્રક્રિયાઓને રોકી દીધી છે. ખંડપીઠે એવી પણ હિમાયત કરવામાં આવી છે કે, હવે પછી લીમીટેશન પીરીયડ દરમિયાન કોઈપણ પ્રવૃતિઓનો સ્ટે લંબાવી દેવામાં આવ્યો છે.
મુખ્ય ન્યાયમંત્રી એન.વી.રમન્ના, ન્યાયમુર્તિ સૂર્યકાન્ત અને એસ.એ.બોપન્નાએ એકસ્ટેશન ઓફ લીમીટેશન અંગે ચુકાદો આપ્યો હતો કે, સુઓમોટોમાં માર્ચ 23 2020ની પરિસ્થિતિને લઈને લીમીટેશન પીરીયડનો અમલ 15મી માર્ચ 2021થી ગણવાનો રહેશે.
ખંડપીઠે એવો આદેશ આપ્યો છે કે, આ અરજીને પગલે હાઈકોર્ટમાં અરજીઓ પેન્ડીંગ રાખવા માટે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ખંડપીઠે લીમીટેશન પીરીયડ જુલાઈ 15 2021 સુધી કરવાનો નિર્ણય કર્યો હતો પરંતુ એટર્ની જનરલ કે.કે.વેણુગોપાલે અદાલતને વિનંતી કરી હતી કે, બીજો હુકમ આવે ત્યાં સુધી લીટીગેશન પીરીયડમાં વધારો કરવો. તુષાર મહેતાએ અદાલતને રજૂઆત કરી હતી કે, ટાઈમ પીરીયડનો વધારો કાયદાની જોગવાઈમાં છે. ખંડપીઠે આ દલીલ ગ્રાહ્ય રાખી હતી અને ગયા મહિનાની 8 માર્ચે સુપ્રીમ કોર્ટે લીમીટેશન પીરીયડ પૂરો કરી 14 માર્ચ 2021થી અમલ કરવાનો સુધારો કર્યો હતો. કોવિડ-19 પરિસ્થિતિને લઈને સુપ્રીમ કોર્ટે 23 માર્ચ ગયા વર્ષે લીમીટેશન પીરીયડ વધારવાની પરિસ્થિતિને લઈ 15 માર્ચ 2020ની પરિસ્થિતિ બીજો હુકમ ન આવે ત્યાં સુધી લીમીટેશન પીરીયડ વધારવાનો આદેશ કર્યો હતો. કોર્ટેે જણાવ્યું હતું કે, દરેક વ્યક્તિ માટે 90 દિવસનો લીમીટેશન પીરીયડ 15 માર્ચ 2021થી શરૂ થશે અને ન્યાયીક સંતુલનને લઈને 15 માર્ચ 2021થી 90 દિવસની મર્યાદા કે તેનાથી વધુના સમય સુધી તેનો અમલ રહેશે.