ચકચારી નિલેશ રૈયાણી હત્યા કેસમાં હાઇકોર્ટમાં દાખલ થયેલી અપીલની સુનાવણી પુરી થતા ત્રણને આજીવન કેદની સજાનો હુકમ સ્ટે કરવાની માગણી સુપ્રીમ કોર્ટે ફગાવી

ગોંડલમાં ૧૪ વર્ષ પહેલાં નિલેશ રૈયાણીની થયેલી હત્યાના ગુનામાં ગોંડલ મત વિસ્તારના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સહિત ૧૫ સામે હાઇકોર્ટમાં થયેલી અપીલની સુનાવણી પુરી થતા હાઇકોર્ટની ડિવિઝન બેન્ચ દ્વારા જયરાજસિંહ જાડેજા સહિત ત્રણને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી. હાઇકોર્ટના સજાના હુકમને સ્ટે કરવાની માગણી સુપ્રિમ કોર્ટમાં કરવામાં આવતા દેશની વડી અદાલતે ત્રણેયની સ્ટેની માગણી ફગાવી તા.૩૦ સપ્ટેમ્બર સુધીમાં સરન્ડર થવા હુકમ કર્યો છે.ગોંડલના નિલેશ રૈયાણીની ગોંડલના જેસીંગ કાળા ચોકમાં ગત તા.૮-૨-૨૦૦૪ના રાત્રે ફાયરિંગ કરી કરાયેલી હત્યા કેસમાં રાજકોટ ‚રલ પોલીસે ગોંડલ મત વિસ્તારના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સહિત ૧૬ની ધરપકડ કરી હતી. લાંબો સમય સુધી રાજકોટ જેલ હવાલે રહેલા જયરાજસિંહ જાડેજા સહિત ૧૬ સામેના કેસની રાજકોટ સેશન્સ કોર્ટમાં સુનાવણી દરમિયાન લાંબી કાનૂની લડાયના અંતે ૨૦૧૦માં સેશન્જ જજ ડી.ડી.રાજપૂતે સમીર પઠાણને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી અને અન્યને શંકાનો લાભ આપી છુટકારો કર્યો હતો.સેશન્સ કોર્ટના ચુકાદા બાદ સરકાર પક્ષે અને મુળ ફરિયાદી દ્વારા હાઇકોર્ટમાં ૨૦૧૧માં અપીલ દાખલ કરવામાં આવી હતી. બીજી તરફ તકસીરવાન સમીર પઠાણે પોતે નિર્દોષ હોવાનું જણાવી સજા રદ કરવા અપીલ દાખલ કરી હતી. હાઇકોર્ટની ડિવિઝન બેન્ચના જસ્ટીશ વૈષ્ણવ અને કુરેશી સમક્ષ સુનાવણી પુરી થતા ખુલતી કોર્ટમાં સમીર પઠાણને નિદોર્ષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો હતો જ્યારે ધારાસભ્ય જયરાજસિંહ ટેમુભા જાડેજા, મહેન્દ્રસિંહ પ્રવિણસિંહ ઝાલા અને અમરજીતસિંહ અનિ‚ધ્ધસિંહ જાડેજાને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજાનો ચુકાદો આપ્યો હતો.ગોંડલની રાજવાડી જમીન વિવાદના કારણે ક્ષત્રિય અગ્રણી વિક્રમસિંહ રાણાની થયેલી હત્યાના પગલે ગોંડલ પંથકમાં પટેલ અને દરબારો વચ્ચે વૈમનશ્ય થતા રાજકોટ જિલ્લા ભાજપના યુવા પ્રમુખ વિનુ શિંગાળાની હ્ત્યા માટે પ્લાન બનાવવામાં આવ્યો હતો. ગત તા.૮-૨-૨૦૦૪ના રોજ રાજકોટથી કારમાં વિનુ શિંગાળા, રામજી મારકણા, નિલેશ રૈયાણી અને જયેશ ઉર્ફે પાંચો મુળજી સાટોડીયા ગોંડલ આવી રહ્યાની માહિતી મળતા તેનો પીછો કરી ગોંડલના જેસીંગ કાળા ચોકમાં ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, જયંતી સવજી ઢોલ, અમરજીતસિંહ અનિ‚ધ્ધસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ઉર્ફે ભગત પ્રવિણસિંહ રાણા, જયપાલસિંહ મહિપતસિંહ જાડેજા, દિગ્વીજયસિંહ બળવંતસિંહ જાડેજા, સમીર સિરાજ પઠાણ, અશોક છગન કુંભાણી, અમરસિંહ હઠુભા જાડેજા, સહદેવસિંહ બહાદુરસિંહ સરવૈયા, પ્રદ્યુમનસિંહ ઘનશ્યામસિંહ જાડેજા, વિરમદેવસિંહ નોંધુભા જાડેજા, શિવભદ્રસિંહ ગીરીરાજસિંહ જાડેજા, મહાવીરસિંહ સાવજુભા ઝાલા, અશોક ભીખુ પીપળીયા અને રતિલાલ ગોરધન હીરપરાએ કારને આતરી ફાયરિંગ કરી ઘાતક હથિયારથી હુમલો કર્યો હતો. વિનુ શિંગાળા રાજકોટ જ રોકાય ગયા હતો ગોળી લાગવાથી નિલેષ રૈયાણીનું મોત નીપજ્યું હતુંરાજકોટની સેશન્સ કોર્ટમાં તમામ સામેના કેસની સુનાવણી પુરી થતા સમીર પઠાણને સજા ફટકારી હતી અને અન્યને શંકા લાભ આપી છુટકારો કર્યા બાદ થયેલી અપીલની સુનાવણીના અંતે ધારાસભ્ય જયરાજસિંહ ટેમુભા જાડેજા, મહેન્દ્રસિંહ પ્રવિણસિંહ રાણા અને અમરજીતસિંહ અનિ‚ધ્ધસિંહ જાડેજાને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારી જેલમાં સરન્ડર થવા હુકમ કર્યો છે.હાઇકોર્ટના સજાના હુકમ સામે જયરાજસિંહ જાડેજા, અમરજીતસિંહ જાડેજા અને મહેન્દ્રસિંહ રાણાએ સુપ્રિમ કોર્ટમાં સજાનો હુકમ સ્ટે કરવાની માગણી કરતી અરજી કરી હતી. જેની સુનાવણી ડિવિઝન બેન્ચમાં પુરી થતા સુપ્રિમ કોર્ટે ત્રણેયને તા.૩૦ સપ્ટેમ્બર સુધીમાં સરન્ડર થયા બાદ જામીન અરજી કરવાનો ચુકાદો આપ્યો છે.મુળ ફરિયાદી જયેશ ઉર્ફે પાંચો મુળજી સાટોડીયા વતી એડવોકેટ તરીકે પ્રકાશ ઠક્કર અને સુરેશ ફળદુ રોકાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.