અંતરિયાળ વિસ્તારોમાં કામ કરતાં ૨૪૦૦ ડોકટરો થશે લાભાન્વિત
સુપ્રીમ કોર્ટે મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના નિયમનો મુજબ પોસ્ટ-ગ્રેજયુએટ મેડીકલ ડિપ્લોમાં કોર્ષમાં પ્રવેશ માટે ફરજ બજાવતાં ઉમેદવારોને ૫૦ ટકા અનામત આપવા ગુજરાત સરકારને સુચના આપી છે. જેનો લાભ ગામડાના અંતરિયાળ અને મુશ્કેલ વિસ્તારોમાં સરકાર કે જાહેર સત્તામંડળમાં કામ કરતાં આરોગ્ય અધિકારીઓને મળશે.
સુપ્રિમે પી.જી. કોર્ષમાં પ્રવેશ માટે આવતીકાલથી શરુ થઇ રહેલા કાઉન્સેલિંગના બીજા રાઉન્ડમાંઆ ઉમેદવારોને અનામત મંજુર કરવા રાજય સરકારને સુચના આપી છે. જસ્ટિસ દિપક મિશ્રા અને એ.એન ખાનવિલકરની બનેલી બેન્ચે રાજયને અંતરિયાળ ગ્રામ્ય કે મુશ્કેલ વિસ્તારો નકકી કરવા રાજય સરકારને સુચના આપી છે. આ બન્નેની બેન્ચે રાજયને અંતરિયાળ ગ્રામ્ય કે મુશ્કેલ વિસ્તારો નકકી કરવા રાજય
સરકારને કહ્યુ: છે, આ વિસ્તારમાં રહેલા અધિકારીઓને જેનો લાભ મળવા પાત્ર છે. ઉલ્લેખનીય છે કે પાંચમી મેએ ગુજરાત હાઇકોર્ટે એ દલીલના આધારે ઇન-સર્વીસ મેડીકલ પ્રેકટીશનર્સની પિટીશન ફગાવી દીધી હતી કે રાજય સરકાર એમ.સી.આઇ. એ જાહેર કરેલા નિયમોને અનુસરે તે જરુરી નથી. ખાસ કરીને પોસ્ટ ગ્રેજયુએટ મેડીકલ રેગ્યુલેશન્સ ૨૦૦૦ માટે તો નથી. પરંતુ એ પછી મેડીકલ ડિપ્લોમાં કોર્સ પ્રવેશ માટે ઇન સર્વીસ ઉમેદવારો માત્ર રપ ટકા અનામત આપવાના સરકારના આદેશને પડકાયો હતો.
એડવોકેટ અંકિત શાહ થકી સુપ્રિમમાં જી.એમ.એસ. કલાસ ટુ મેડીકલ ઓફિસર્સ એસોસિએશનને ફાઇલ કરેલી અરજીમાં જણાવાયું હતું કે રાજય સરકારે ર૧ એપ્રિલે જાહેરનામું જાહેર કર્યુ હતું. જેમાં ઇન-સર્વીસ ઉમેદવારોને ફાળવાયેલી બેઠકો માત્ર ડિપ્લોમાં કોર્ષ સુધી જ સીમિત હતી. અને તેમાં કોઇપણ યોગ્ય કારણ આપ્યા વગર ચાલુ શૈક્ષણિક વર્ષ માટે ડિગ્રી કોર્ષને બાકાત રખાયા છે. પિટીશનરોએ કહ્યું હતું કે આ મુદ્દામાં જાહેર મહત્વના નોંધપાત્ર કાયદાની વાત છે. અને ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં કામ કરતાં ઇન-સર્વીસ મેડીકલ ઓફિસરની મોટી સંખ્યા જોતાં આ ચુકાદાની નોંધ પાત્ર અસર જોવા મળશે.
એ બાબત નોંધનીય છે કે અંતરિયાળ ગ્રામીણ અને દુર્ગમ વિસ્તારોમાં સરકારી હોસ્૫િટલોમાં કે જાહેર સત્તામંડળોમાં કામ કરનારા ઇન-સર્વીસ મેડીકલ ઓફિસર્સ કહેવાય છે. સુપ્રિમના આદેશનો સીધો લાભ ૨૪૦૦ જેટલા ડોકટરોને થશે