આ કેસમાં ફરજમાં બેદરકારી દાખવનારા બે આઈપીએસ સહિતના પોલીસ અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવાનો સુપ્રીમનો હુકમ
ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભારે ચકચાર જગાવનારા સામુહિક બળાત્કારના બનાવમાં ભોગ બનનારને ૫૦ લાખની રોકડ વળતર આપવાનો સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે. સુપ્રીમે મંગળવારે ગુજરાત સરકારને સામુહિક બળાત્કારનો ભાગે બનવાના કેસમાં બિલ્કીસ યાકુબ રશીદને આર્થિક વળતર સાથે સરકારી નોકરી આપવાનો ચૂકાદો આપ્યો છે. બિલ્કીસ બાનુ પર ૨૦૦૨માં કોમી હુલ્લડો દરમિયાન સામુહિક બળાત્કાર અને સાડાત્રણ વર્ષની માસુમ પુત્રીની હત્યા કરી નાખવાની ફરિયાદ નોંધાઈ હતી
જેમાં ધારાશાસ્ત્રી શોભા દ્વારા બિલ્કિસબાનુ કેસ ૨૦૦૩થી લડવામાં આવી રહ્યો છે. આ કેસ ગુજરાતમાંથી મુંબઈ તબદીલ કરવામાં આવ્યો હતો અને ૧૭ વર્ષના લાંબા ગાળા બાદ ફરિયાદી પક્ષને ન્યાય મળ્યો હતો.
સમગ્ર દેશમાં ભારે ચકચાર જગાવનાર આ હૃદયદ્રાવકકેસ સમાજના પિડિતોને અન્યાય સામે લડત આપવા માટે દાખલા‚પ બને તે રીતે લડાયું હતુ ભોગ બનનારનો ન્યાય માટેનો સંઘર્ષ અને તે સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે તેને ઓછામાં ઓછુ એક કરોડ ‚પીયાનું વળતર મળવું જોઈએ તેવી બે સ્વૈચ્છિક સંસ્થાઓએ માંગણી કરી હતી. બચાવ પક્ષના વકિલે ભોગ બનનાર બિલ્કિસ બાપુને ગુજરાત સરકાર દ્વારા પાંચ લાખ ‚પીયાની વચગાળાની સહાયને ફગવી દીધી હતી.
ભાગે બનનાર બિલ્કિસબાનુ વર્ષોથી અનેક વિપરિત પરિસ્થિતિમાં સંઘર્ષ કરી ન્યાય માટે ઝઝુમતી રહી હતી તેની માંગ હતી કે કોમી હિંસામાં તેના પર ઝુલ્મ થયો છે. અને તેણે જે સતામણીનો સામનો કર્યો છે તેમા તેને યોગ્ય ન્યાય મળે ગુજરાતમાં દંગાઓનો ભોગ બનનારા તમામ પૂન: સારી રીતે જીવન જીવવામાં પ્રસ્થાપિત થાય અને ટોળાશાહી ઉન્માદ મચાવનારાઓ તત્વોનું મનોબળ ભાંગીને ભૂકકો થઈ જાય જેનાથી કાયદામાં વિશ્ર્વાસ રાખનારાઓનું મનોબળ ઉંચુ રહે.
સાબરમતી એકસપ્રેસના કોચમાં મુસાફરી કરતા કારસેવકોને અયોધ્યાથી પરત આવતી વખતે જીવતા સળગાવી દેવાના બનાવ બાદ ફાટી નીકળેલી હિંસામાં બિલ્કિસ બાનુનો બનાવ બન્યો હતો. નિદોર્ષ કાર સેવકોની હત્યા બાદ રાજયભરમાં હૂલ્લડો ફાટી નીકળ્યા હતા.
મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈ, ન્યાય મૂર્તિ દિપક ગુપ્તા, સંજીવજ્ઞખન્નાએ જણાવ્યું હતુ કે રૂ.૫૦ લાખતો માત્ર રાહત છે. સાથે સાથે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારે બિલ્કીસ બાનુને તે રહે ત્યાં સરકારી નોકરી આપવાનો આદેશ કર્યો છે.ધારાશાસ્ત્રી શોભાએ કેન્દ્ર સરકારને આરોગ્ય સેવાઓ બિલ્કિસ અને પરિવારને આપવાની માંગણી કરી હતી.
૨૦૦૨માં સામુહિક બળાત્કારનો ભોગ બની ત્યારે બિલ્કિસબાનુ ગર્ભવતી હતી અને ૨૦૦૩માં તેણે એક બાળકીને જન્મ આપ્યો હતો. હવે તેનો સારી રીતે ઉછેર થશે અને તેને જો વકિલ બનવું હશે તો તેને હું તાલીમ આપીશ તેમ ધારાશાસ્ત્રી શોભાએ જણાવ્યું હતુ. સુપ્રિમ કોર્ટે રાજય સરકારને આ કેસમાં ફરજમાં બેદરકારી દાખવનાર અને ખાતાકીય તપાસમાં કસુરવાર ઠરેલા બેજવાબદાર પોલીસ અધિકારીઓને તાત્કાલીક સજાનો અમલ કરાવવા અને તેમના તમામ નિવૃત્તિ પછીના લાભો સ્થગીત કરી દેવાના આદેશો કર્યા છે. સસ્પેન્ડ થયેલા ૩ અધિકારીઓમાં બે આઈપીએસ અધિકારીઓ પણ સામેલ છે.
૨૦૦૨ના કોમી હુલ્લડોમાં બિલ્કિબાનુ સામુહિક બળાત્કારનો ભોગ બન્યા ત્યારે તેના પરિવારના ૧૪ સભ્યોની હત્યા કરી દેવામાં આવી હતી. તેમાંથી માત્ર ૭નાજ મઅતદેહો મળ્યા હતા. પરંતુ સ્થાનિક પોલીસ કલોઝર રિપોર્ટ ભર્યો હતો. તેની સામે સુપ્રિમ કોર્ટે તપાસના આદેશો કર્યા હતા. જેના પગલે પાંચ પોલીસ બે ડોકટરો અને પાછલથી સાત શખ્સો વિ‚ધ્ધ કેસને નબળો પાડવા અને ચેડા કરવાના આરોપો લગાવાયા હતા. આ કેસમાં અગ્યાર આરોપીઓને આજીવન કેદની સજા આપવામાં આવી હતી. પરંતુ પોલીસ અને ડોકટર ફૂટી ગયા હતા. બળાત્કારનો ભોગ બનનારને વળતરમાં તમામ આરોપીઓને ૨ હજાર ચૂકવાનો આદેશ કર્યો હતો.
ગેંગરેપ અને આખા પરિવારની નજર સમક્ષ જ હત્યાનો ભોગ બનનારને રોકડથી જીવનનું ખોવાયેલું પરિવાર સુખ અને સન્માન પ્રાપ્ત થવાનું જ નથી સુપ્રિમ કોર્ટે પણ આ રકમ સંપૂર્ણ વળતર નહિ પરંતુ રાહત‚પરકમ જ ગણાવી છે. કોર્ટે તાત્કાલીક વળતર અને ભોગ બનનાર સન્માનભેર જીવી શકે તે માટે સરકારી નોકરીનો આદેશ કર્યો હતો.ગુજરાતમાં નિદોર્ષ કાર સેવકોની સાબરમતી એકસપ્રેસમાં જીવતા જલાવી દઈ હત્યા કરી નાખ્યા બાદ ફાટી નીકળેલા કોમી હુલ્લડોમાં સૌથી વધુ ચર્ચાસ્પદ બનેલા બિલ્કિસબાનુ બળાત્કાર અને હત્યામાં ૧૭ વર્ષના લાંબા ગાળા બાદ પિડિતને ન્યાય મળતા ન્યાયાલયોમાં નાગરીકો માટે દેર હૈ પણ અંધેર નહિની ભાવના પર વિશ્ર્વાસ વધ્યો છે.