એકી સાથે મિલકત વેચાતી ન હોવાથી તેના ભાગલા પાડી નીલામી કરાશે
સુપ્રીમ કોર્ટે બુધવારે પેન્ડીંગ પડેલી હરાજી સહારાની એમ્બેવેલી પ્રોપર્ટીની નીલામી માટેની મંજૂરી આપી છે. આંતરરાષ્ટ્રીય હરાજીમાં બે વખત પ્રયાસ બદ સંપૂર્ણ મિલ્કતનો ફેંસલો સુપ્રીમ કાષર્યમાં દાખલ થયો હતો. માટે કોર્ટે મિલ્કતનો મામલો બે જ મહિનામા ફિંડલુ વાળવાની સૂચના આપી હતી ચીપ જસ્ટીસ દિપક મિશ્રા, રાન્જન ગોગોઈ અને એ.કે. સિકરીએ પ્રસ્તાવ સ્વિકૃતિ આપી હતી અને ફડચા અધિકારીએ જણાવ્યું હ તુ કે મહિન્દ્રા અને પીરામલ ગ્રુપે એમ્બેની અમુક ટકા સંપતિ ખરીદવાનો રસ દાખવ્યો છે. એમ્બે વેલી સહારાની સૌથી વધઉ બહુમૂલ્ય સંપતિ છે જેમાં માનવ નિર્મિત તળાવ, લકઝુરીયસ રિપોર્ટ એરપોર્ટ, વર્લ્ડ કલાસ ઈન્ફ્રાસ્ટ્રકચર, અને સુવિધાઓ છે. જે પૂણેના ૧૦ હજાર હેકટર વિસ્તારમાં ફેલાયેલી છે. મિલ્કતનો જેને કબ્જે સોંપવામાં આવશે તેની સુનાવણી કરતા વરિષ્ઠ વકિલ દરિયુસ ખમ્બાતા જણાવે છે કે એમ્બે વેલી ખૂબજ મોટી સંપતિ છે. જેના વેચાણની જાહેરાત ભારત સહિતના અન્ય દેશોમાં પણ કરવામાં આવી હતી. જેમાં કોઈએ ભાગ લીધો ન હતો. કોઈપણ સંપૂર્ણ પણે એમ્બેવેલી ખરીદવા તૈયાર નથી.
સહારાના વકિલ વિકાસ સિંહ જણાવે છે કે કોર્ટ સંપતિમાં રોકાણકારો પહેલાથી જ પૈસા રોકી ચૂકયા છે. માટે હેમર ન કરે આ સંપતિની કિંમત ‚ા. ૩૭૩૯૨ કરોડની છે. આટલી મોટી સંપતિ એકી સાથે વેચાય તેમ નથી માટે સુપ્રીમ કોર્ટે પ્રોપર્ટીના ભાગ પાડી તેની નીલામી કરવાની મંજૂરી આપી છે.