જો કે ચૂંટણીપંચે અગાઉથી જ સર્વોચ્ચ ન્યાયાલયને ખાતરી આપી દીધી
હિમાચલ પ્રદેશ અને ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં કલંકીત અધિકારીઓને કોઈ પણ પ્રકારની ફરજ પર ન મુકવા સુપ્રીમ કોર્ટે ઈલેકશન કમિશનને આદેશ કરી દીધો છે.
સુપ્રીમ કોર્ટે શિસ્તભંગની કાર્યવાહીનો સામનો કરી રહેલા અધિકારીને ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ફરજ પર મહત્વની જગ્યાએ ન મૂકવા ચૂંટણી પંચને સૂચના આપી છે. જોકે, ચૂંટણી પંચે અગાઉથી જ કોઇ વિવાદિત અધિકારીનું પોસ્ટિંગ નહિ કરવાની સુપ્રીમને ખાતરી આપી દીધી છે.
ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની આગેવાની હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે અમે ચૂંટણી પંચને સૂચના આપીએ છીએ કે કોઇપણ જિલ્લામાં આવા અધિકારીનું પોસ્ટિંગ ન કરવામાં આવે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નવ અને ૧૪ ડિસેમ્બરે યોજવામાં આવશે. બેન્ચે ચૂંટણી પંચને પોલિંગ બુથની અંદર સીસીટીવી કેમેરા ગોઠવવાની સૂચના આપવા ચૂંટણી પંચને ઇનકાર કર્યો છે.
કોંગ્રેસના નેતા પ્રકાશ જોશીએ કરેલી અરજીની સુનાવણીમાં એટર્ની જનરલ કે કે વેણુગોપાલે બેન્ચને કહ્યું કે વીવીપીએટી સાથે ઇવીએમના ઉપયોગ માટેની દરખાસ્તને ચૂંટણી પંચે અમલમાં મૂકી દીધી છે.