સુપ્રીમ કોર્ટે વર્ચ્યુઅલ સુનાવણી સાથે મીડિયાકર્મીઓને જોડવા માટે એક મોબાઈલ એપ લોન્ચ કરી છે. એપ લોન્ચ કરતી વખતે જસ્ટિસ હેમંત ગુપ્તાએ કહ્યું કે, કોર્ટની કાર્યવાહી સુધી આ પ્રકારે મીડિયાની પહોંચથી પારદર્શિતા વધશે. ચીફ જસ્ટિસ એનવી રમણે કહ્યું કે, એપ લોન્ચ થયા બાદ રીપોટરોને કોર્ટ આવવા માટે તસ્દી લેવાની રહેશે નહીં. સુપ્રીમ કોર્ટના સેક્રેટરી જનરલે કહ્યું કે આ મોબાઈલ એપ ટૂંક સમયમાં ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ થશે.
સીજેઆઈએ આ પ્રસંગે કહ્યું, “સુપ્રીમ કોર્ટ અને મીડિયા વચ્ચેના કોઓર્ડીનેશન માટે એક વ્યક્તિની નિમણૂક કરવામાં આવશે. મને આશા છે કે, મીડિયા લોકો જવાબદારીપૂર્વક આ સુવિધાનો ઉપયોગ કરશે. “તેમણે કહ્યું કે, મહામારીની અસર દરેકને થઈ છે. તેમણે કહ્યું, “કોર્ટમાં સંક્રમણનો પ્રથમ પહેલો કેસ 27 એપ્રિલ 2020 ના રોજ આવ્યો હતો. ત્યાર બાદ, સુપ્રીમ કોર્ટના 800 સ્ટાફ અત્યાર સુધી સંક્રમિત થઈ ચુક્યા છે. 6 વરિષ્ઠ રજિસ્ટ્રી સ્ટાફ પણ પોઝિટિવ બન્યો હતો અને 3 મૃત્યુ પામ્યા હતા.”
એપ ડેવલોપર પણ થયા સંક્રમિત
સીજેઆઈએ કહ્યું કે, જસ્ટિસ એ.એમ.ખાનવિલકર, જસ્ટિસ ડી વાય ચંદ્રચુડ અને જસ્ટિસ હેમંત ગુપ્તા અને રજિસ્ટ્રીના તમામ અધિકારીઓએ આ એપ માટે સખત મહેનત કરી છે, તે બધાનો આભાર માનવો જોઇએ. સીજેઆઈએ કહ્યું, અમને ખબર પડી કે મીડિયા કર્મચારીઓ કોર્ટ સુનાવણી અને કડી માટે વકીલો પર આધાર રાખે છે. તેથી જ આવી વ્યવસ્થા કરવામાં આવી હતી. “એપ લોન્ચ દરમિયાન જસ્ટિસ ખાનવિલકર અને જસ્ટિસ ચંદ્રચુડ પણ હાજર હતા.
જસ્ટિસ ચંદ્રચુડ બુધવારે કોરોના સંક્રમિત થઈ ગયા હતો. તેઓએ કહ્યું કે,તેઓ સ્વસ્થ થઈ રહ્યા છે. જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું, ”આ એપ ડેવલોપર પણ ઘણા સ્ટાફ સંક્રમિત છે. તેના પર કામ કરતા તમામ 6 લોકો પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. અમે આશા રાખીએ છીએ કે દરેક આ સુવિધાથી સુરક્ષિત રહેશે. આશા છે કે, આવનારા સમયમાં સીજેઆઈ દ્વારા લેવામાં આવતા ઘણા પગલાઓનો આ એક ભાગ છે.”