દરેક કેસમાં અલગ ટ્રાયલની સી.બી.આઇ.ની દલીલ રાખી માન્ય
ઘાસચારા કૌભાંડ મામલે ૯૫૦ કરોડના કૌભાંડના આરોપસર આજરોજ લાલુપ્રસાદ યાદવ પર ફેંસલો આવવાનો હતો જેમાં લાલુપ્રસાદ યાદવને મોટો ઝટકો સુપ્રીમ કોર્ટે આપ્યો છે.
સુપ્રિમ કોર્ટે સીબીઆઇની દલીલ માન્ય રાખને દરેક કેસમાં અલગ અછગ ટ્રાયલ કરવા જણાવ્યું હતું. ઝારખંડ હાઇકોર્ટે આ અગાઉ અલગ ટ્રાયલની માંગ ફગાવી હતી. હાઇકોર્ટના નિર્ણયને બદલીને સુપ્રીમે આ ફેસલો આપ્યો હતો.
ઘાસચારા કૌભાંડમાં આરોપોનો સામનો કરી રહેલા બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુપ્રસાદ યાદવને લઇને આજે સુપ્રીમ કોર્ટ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્ડિયા (સીબીઆઇ)ની અરજીના પગલે મહત્વનો ચુકાદો આપવાની છે. આ મામલાને લઇને કોર્ટે ર૦ એપ્રિલે તેનાો નિર્ણય અનામત રાખ્યો હતો. અને એક અઠવાડીયાની અંદરમાં સંબંધીત તમામ પક્ષોને તેના મંતવ્યો રજુ કરવા કહ્યું હતું.
આ કૌભાંડ વર્ષ ૧૯૯૦ માં થયું હતું અને લાલુ તે સમયે બિહારના મુખ્યમંત્રી હતા. લાલુ સહીત અન્ય અધિકારીઓ પર આરોપ મુકાયો હતો. કે તેમણે કેટલાક જીલ્લાઓ પાસેથી એનીમલ હસ્બન્ડરી ડીપાર્ટમેન્ટ દ્વારા લગભગ એક હજાર કરોડ ‚પિયાની નિકાસ કરી છેતરપીડી આચરી છે. જેમની વિરુઘ્ધ ફરીયાદ દાખલ કરાઇ હતી. આ મામલાને લીધે લાલુને જેલવાસ પણ જવું પડયું હતું. તેમને ઓકટોબર ૨૦૧૩માં પાંચ વર્ષની જેલ સજા ફટકારાઇ હતી પરંતુ હાલ તે જમાનત પર બહાર છે.જણાવી દઇએ કે, ઝારખંડ હોઇકોર્ટે આ મામલામાં લાલુ પ્રસાદને રાહત આપતા તેની વિરુઘ્ધ ચાલી રહેલા કેસ ઉપર રોક લગાવી દીધી હતી. ત્યારબાદ ઝારખંડ હાઇકોર્ટના નિર્ણયને ચુનોતી દેતા સીબીઆઇએ સુપ્રિમમાં લાલુ વિરુઘ્ધ અરજી દાખલ કરી હતી. જેના પગલે સુપ્રિમ કોર્ટ લાલુનું ભવિષ્ય નકકી કરશે.