હેલ્થ સ્કીમો પહેલા પ્રદુષણ ઘટાડો તેમ સુપ્રીમ કોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન કહ્યું હતું.
સુપ્રીમ કોર્ટના જસ્ટીશ મદન લોકુર અને દીપક ગુપ્તાની સંયુકત બેંચે જણાવ્યું હતું કે, હેલ્થ સ્કીમો ત્યારે જ સાર્થક થાય જયારે પ્રદુષણ ઘટે અથવા તેનો સફાયો થાય. આમ જુઓ તો પ્રદુષણ ઘટે તો રોગઓની સંખ્યા પણ અપને આપ ઘટી જવાની છે તેથી પહેલા પ્રદુષણ નિયંત્રણ કરો.
કોર્ટે પ્રદુષણ અંગેના એક કેસની સુનાવણી દરમિયાન આગળ કહ્યું હતું કે વિશ્ર્વના ટોપ-૨૦ મોસ્ટ પોલ્યુટેડ સીટીમાં ૧૩ ભારતના છે આ સુચી શું સૂચવે છે ?
રાજધાની નવી દિલ્હીમાં જ સૌથી વધુ પ્રદુષણ છે આ સિવાય અન્ય મેટ્રો સીટી મુંબઇ, કલકતા, ચેન્નાઇ પણ પ્રદુષણનું ઘર બની ગયા છે. આ જંગલો કોન્કરીટ જંગલ બની ગયા છે.
મતલબ કે જેમ જેમ ગગતચુંબી ઇમારતો ખડકાતી ગઇ તેમ તેમ વૃક્ષોનું નિકંદન નીકળતું ગયે પરિણામે હરિયાળી ગાયબ થતી ગઇ. આથી સ્વાભાવિક રીતે જ પ્રદુષણનું સ્તર ઉંચુ જતું ગયું.
સુપ્રીમે પર્યાવરણ વિદ એમ.સી. મેહતા એ ફાઇલ કરેલી જનહિત અરજી (પી.આઇ.એલ) પર સુનાવણી કરી હતી. મેહતાએ દિલ્હી એન.સી.આર.માં પર્યાવરણનો મુદ્દો ઉઠાવ્યો હતો.
સુપ્રીમે આદેશ આપ્યો હતો કે દિલ્હી એન.સી.આર. માં પ્રદુષણ નિયંત્રણ માટે ઓથોરીટીએ શું શું પગલાં ભર્યા તેનો રીપોર્ટ આગામી ૩ અઠવાડીયામાં સબમીટ કરી દેવો પડશે આ સિવાય, સેન્ટ્રલ ઓથોરીટીને અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડને હરકતમાં આવી જવા તાકીદ કરી છે. કેમ કે પોલ્યુશન જ કોઇપણ રોગનું ફાઉન્ડેશન છે.
પ્રધાનમંત્રી સુરક્ષા યોજનામાં ક્લેઇમમાં ૨૦૦ ટકાનો વધારો થતા પ્રિમીયમ ત્રણ ગણુ વધશે
અહીં ખાસ ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ રૂ. ર લાખનો અકસ્માત વીમો અને કાયમી ખોડ ખાંપણના કેસમાં રૂ. ૧ લાખના વીમાનું કવચ આપવામાં આવે છે. પ્રધાન મંત્રી સુરક્ષા વીમા યોજનાનો લાભ અત્યાર સુધીમાં ૧૩ કરોડ લોકોએ લીધો છે ૧૯૦૦૦ પૈકી ૧૪૪૦૦ કલેઇમ સેટલ કરાયા છે.
આ સિવાય સીનીયર સીટીઝનો માટે હેલ્થ ઇન્સ્યુરન્સ પણ છે તેનું પણ નવીનીકરણ થશે.