રાજકીય રીતે સંવેદનશીલ રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદમાં સુપ્રીમ કોર્ટ આજે(શુક્રવાર)સુનવણી કરશે. આ કેસમાં મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇ અને ન્યાયમૂર્તિ સંજય કિશન કૌલ સામે લિસ્ટેડ છે, જે યોગ્ય બેન્ચ પાસે સુનાવણીની તારીખ નક્કી કરી શકે છે.
નવી બેન્ચ અલ્હાબાદ હાઇકોર્ટના સપ્ટેમ્બર 2010 ના ચુકાદા સામે દાખલ થયેલ 14 અપીલની સુનવણી કરશે.ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની અધ્યક્ષતા હેઠળની ત્રણ સભ્યોની ખંડપીઠે આ કેસની સુનાવણી ચાલુ હતી. શુક્રવારે બે સભ્યોની ખંડપીઠ સમક્ષ વિગતવાર સુનાવણીની કોઈ આશા નથી.
સુપ્રીમ કોર્ટે ગ્યાં વર્ષે 29 ઓક્ટોબરના રોજ કહ્યું હતું કે આ મુદ્દો જાન્યુઆરીના પહેલા હપ્તામાં ઉચિત ખંડપીઠની સામે સૂચિબદ્ધ કરવામાં આવશે જે સુનવણી માટે કાર્યક્રમ નક્કી કરશે.પછી હિન્દુ મહાસભાએ અરજી દાખલ કરીને સુનાવણી પહેલા કરવા અનુરોધ કરેલ હતો પેનતુ કોર્ટે ના પડી હતી
સુનવણી પહેલા આ મુદ્દા પર રાજકારણ તેજ થી ગયું છે.વિહિપ(વિશ્વ હિન્દુ પરિસદ)કેટલાય હિંદુસંગઠનો રામ મંદિરનુ નિર્માણ કરવા માટે આધ્યાદેશ લાવવાની માગ કરે છે.શિવસેનાએ કહ્યું કે જો 2019નું ચુંટણી પહેલા રામ મંદિર નહીં બને તો ભાજપ અને સંઘે લોકોની માફી માગવી પડશે.
ત્યારે ક્રેન્દ્રીય મંત્રી રામ વિલાસ પાસવાને અધ્યાદેશ લાવવાનું વિરોધ કરતા કહ્યું કે આ મુદ્દામાં બધાજ પક્ષોએ સુપ્રીમ કોર્ટના આદેશ માનવો જોઈએ