ગુજરાત હાઇકોર્ટના વકીલ મંડળે જસ્ટીસ કુરેશીને મધ્યપ્રદેશ હાઇકોર્ટના ચીફ જસ્ટીસ

બનાવવાના બદલે અન્યત્ર નિમણુંક કરાતા સુપ્રીમ કોર્ટમાં રીટ કરીને દાદ માંગી હતી

સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગાઇ ન્યાયમૂર્તિ દિપક ગુપ્તા અને સંજીવ ખન્નાની  સંયુકત ખેડપીઠે જણાવ્યુઁ હતું કે ન્યાયમૂર્તિ અંકીલ કુરેશી અંગેનો બુધવારે નોંધાયો આ કેસની સુનાવણી માટે મુખ્ય ન્યાયમૂર્તિએ ન્યાયમૂર્તિ એસ.એ. બોબઢડેને બે સભ્યોની ખંડપીઠમાં નિમણુંક આપી હતી. સુપ્રિમ કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે આ કેસ ૧૩ નવેમ્બરથી શરુ થશે. વડી અદાલતના કોલેજીગમ દ્વારા બોમ્બે હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ અંકિલ કુરેશીને ત્રીપુરા હાઇકોર્ટના ન્યાયમૂર્તિ તરીકે નિમવા અંગે ઉભી થયેલી વિસંગતતાનો કેસ શરુ થશે. બુધવારે આ કેસ ફાઇલ થયો હતો. ૧૩મી નવે. આ કેસ મુખ્ય ન્યાયમૂર્તિ અને ન્યાયમૂર્તિ એસ.એ. બોલડેની અદાલતમાં રજુ થશે વડી અદાલતે સોમવારે આ કેસ હાથ ઉપર લઇ કેન્દ્ર સરકારને વિગતો આપવાની ઓપચારિકતા પુરી કરી હતી. કોલેજીયમ અને સરકારે ન્યાયમૂર્તિ કુરેશીના મામલાની ચર્ચા કરી હતી.

ગુજરાત હાઇકોર્ટના ધારાશાસ્ત્રીઓના મંડળે ન્યાયમૂર્તિ કુરેશી દ્વારા કરવામ)ં આવેલા વિરોધના મુદ્દા સામે કોલેજીયનના વલણ અંગે જાહેર હિતની અરજી દાખલ કરી હતી. ગુજરાત હાઇકોર્ટના વકીલ મંડળે આક્ષેપ કર્યો હતો કે ન્યાયમૂર્તિ કુરેશી અંગે કોલેજીયમના નિર્ણય અંગે ન્યાયનું હિત જળવાતું નથી. કોલેજીયમે ન્યાયમૂર્તિ અંકિલ કુરેશીને મઘ્યપ્રદેશ હાઇકોર્ટના મુખ્ય ન્યાયમુર્તિ તરીકેની નિમણુંક બાદ કેન્દ્ર સરકારે તેમણે ત્રિપુરા હાઇકોર્ટના મુખ્ય ન્યાયમુર્તિ તરીકે બદલ્યા હતા. આ પ્રક્રિયા ન્યાય ક્ષેત્રના રાબેતા મુજબના કામકાજ તરીકે ગણાવી હતી. પરંતુ તેની સામે વિરોધ થયો હતો.

હાઇકોર્ટના વકીલ મંડળે જાહેર હિતની અરજી કરીને અંકિલ કુરેશીની વરણી બદલી અને આખી પ્રક્રિયા સામે સવાલ ઉઠાવ્યા હતા.

એફકેઝેડ

ન્યાયમુર્તિ અંકિલ કુરેશીની આ બાબત અંગે જોવા જઇએ તો સપ્ટેમ્બર મહિનામાં સુપ્રિમ કોર્ટે કોલેજીયમે ગુજરાત હાઇકોર્ટના વરિષ્ઠ જજ અંકિલ કુરેશીને મઘ્યપ્રદેશના બદલે ત્રીપુરાના ન્યાયમુર્તિ બનવાની ભલામણ કરી હતી. આ પહેલા કોલેજીયમે અંકિલ કુરેશીની બઢતી આપીને મઘ્યપ્રદેશના મુખ્ય ન્યાયમૂતિ રંજન ગોગાઇ એસ.એ. લોબડે અને અબ્દુલ નજીરની ખંડપીઠે કોલેજીયમનો નિર્ણય સુપ્રિમ કોર્ટની વેબસાઇડ પર અપલોડ કરવાનું કહ્યું હતું. પરંતુ કાનુન મંત્રાલયે કાનુની અને ટેકનીકલ કારણોસર આ ફાઇલ પાછી મોકલી દીધી હતી. તેની સામે ગુજરાત હાઇકોર્ટ વકીલ મંડળે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે આક્ષેપ કર્યો છે કે ન્યાયમૂર્તિ અંકિલ કુરેશીને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

વકીલ મંડળે એવો આક્ષેપ કર્યો છે કે કેન્દ્ર સરકારે અંકિલ કુરેશીની ફાઇલનો સમયસર નિકાલ કરવામાં વિલંબ કર્યો હતો. આ સમગ્ર ઘટના ક્રમમાં બંધારણીય કલમ ૧૪ અને ૨૧૭ નો ભંગ થાય છે. ન્યાય તંત્રની સ્વાયકતા અને પ્રહાર જેવી આ ઘટના અંગે યતિન ઓઝાએ જણાવ્યું હતું કે ન્યાયમૂર્તિ કુરેશીએ ૨૦૧૦માં વર્તમાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને શોહરાબુઘ્ધિન શેખ એન્કાઉન્ટર મામલે ધરપકડના આદેશ આપ્યો હતો.  આ કેસમાં અમિત શાહ સીબીઆઇ કોર્ટમાં ૨૦૧૪માં મુકત થયા હતા. ન્યાયમુર્તિ અંકિલ કુરેશીની બદલી અને કોલેજીયમના નિર્ણય સામે પુન: વિચાર કરી તેમને ત્રીપુરા હાઇકોર્ટમાં નિયુકત કરવાનો આ મામલો આવતા અઠવાડીયે સુિ૫્રમ કોર્ટમાં બોર્ડ ઉપર લેવાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.