ભૂમાફીયા જયેશ પટેલને સંડોવતા

બિલ્ડર, નગર સેવક નિવૃત્ત પોલીસમેન, વકીલ સહિત 10થી વધુ શખ્સો  સામે ગુનો નોંધાયો ‘તો

જામનગરના બહુચર્ચિત જમીન પચાવી પાડવા અંગેના ગુજસીટોકના ગુનામાં પકડાયેલા એડવોકેટ  સહિત પાંચ આરોપીઓના ડિફોલ્ટ બેઇલ સુપ્રીમ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. જયેશ પટેલ ગેંગના આ પાંચેય આરોપીના જામીન સુપ્રીમ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવતા ભારે ચકચાર જાગી છે.

જામનગરના ભૂમાફિયા જયેશ પટેલ અને તેના સાગરીતો વિરુદ્ધ ગુજસીટોકના કાયદા હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી મુખ્ય સૂત્રધાર જયેશ પટેલ હજુ ફરાર છે જ્યારે તેના અન્ય સાગરીતોની ધરપકડ કરી રાજ્યની અલગ અલગ જેલમાં ધકેલવામાં આવ્યા છે. ગુજસીટોકના ગુનામાં જેલ હવાલે રહેલા જામનગરના સિનિયર એડવોકેટ વસંત માનસાતા,  જૈન અગ્રણી અને બિલ્ડર નિલેશ મનસુખભાઈ ટોપીયા, જીમ્મી પટેલ, યશપાલસિંહ જાડેજા અને જશપાલસિંહ જાડેજાએ આ કેસમાં પોલીસે 90 દિવસની સમય મર્યાદામાં ચાર્જશીટ રજૂ કરેલ નહી હોવાથી આરોપી દ્વારા રાજકોટની ખાસ અદાલતમાં ડિફોલ્ટ બેઇલના સિદ્ધાંત હેઠળ જામીન અરજી કરી હતી. જેના વિરોધમાં  પોલીસ તરફથી તપાસ ચાલુ હોવાનું જણાવી સ્પેશિયલ સરકારી વકીલ મારફત ચાર્જશીતનો સમય લંબાવી આપવા કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી આ રજૂઆતને ધ્યાને

રાખીને આરોપીઓને ડિફોલ્ટ બેઇલનો લાભ નહીં આપતા આરોપીઓએ દ્વારા હાઇકોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી અને હાઈકોર્ટે પણ જામીન અરજી રદ કરી હતી

રાજકોટની ગુજસીટોકની સ્પે. કોર્ટ અને હાઇકોર્ટના ચુકાદાઓ સામે આરોપીઓ દ્વારા દેશની સર્વોચ્ચ અદાલતમાં જામીન અરજી કરવામાં આવી હતી. જે ચાલવા ઉપર આવતા આરોપીઓના બચાવ પક્ષના વકીલ દ્વારા 1993 ના બોમ્બ ધડાકાના કેસમાં આરોપી અને ફિલ્મ સ્ટાર સંજય દત્તના કેસનો ચુકાદો રજૂ કરીને એવી રજૂઆત કરવામાં આવી હતી કે સામાન્ય રીતે ડિફોલ્ટ બેઇલના કાયદા હેઠળ જ્યારે પણ આરોપીઓ દ્વારા જામીન અરજી થાય ત્યારે આરોપીઓને સાંભળવાની તક આપવી જોઈએ જે આ કેસમાં આપવામાં આવી નથી. આ કેસમાં પોલીસ દ્વારા ચાર્જશીતનો સમય ગેરકાયદેસર રીતે લંબાવવામાં આવેલ છે ત્યારે બંધારણની જોગવાઈ મુજબ જ્યારે પણ આરોપીઓને સાંભળવાની તક આપવામાં આવેલ ન હોય ત્યારે તેઓની રજૂઆતને નજર અંદાજ કરી શકાય નહીં આ કેસમાં ફિલ્મ સ્ટાર સંજય દત્તની જામીન અરજીના કિસ્સામાં રજૂ રાખેલા ચુકાદાને માન્ય રાખીને સુપ્રીમ કોર્ટે જામનગરના બહુચર્ચિત કેસમાં પાંચેય આરોપીઓના ડિફોલ્ટ બેઇલ માન્ય રાખી જામીન મંજૂર કરતા ફરિયાદ પક્ષના કેસને ભારે લપડાક લાગી છે.આ કેસમાં આરોપીઓ વતી સુપ્રીમમાં એડવોકેટ નિત્યા રામચંદ્ર, હાઇકોર્ટમાં આશિષ ડગલી, રાજકોટના કમલેશ શાહ, જીગ્નેશ શાહ, વિમલ ચોટાઈ, ભગીરથસિંહ ડોડીયા, ખોડુભા સાકરીયા તથા પ્રદ્યુમન ગોહિલ અને નિખિલ ગોહિલ રોકાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.