ગુજરાત અને ઉત્તરાખંડ સરકાર દ્વારા સિવિલ કોડની અમલવારી માટે બનાવયેલી કમિટીને પડકારતી અરજી સર્વોચ્ચ અદાલતે ફગાવી
ઉત્તરાખંડ અને ગુજરાતની સરકારોએ યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી)ના અમલીકરણ સંબંધિત સમિતિઓની રચના કરી હતી. સુપ્રીમ કોર્ટે તેની સામે દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો છે.
સર્વોચ્ચ અદાલતે સમાન નાગરિક સંહિતા લાગુ કરવા માટે બે રાજ્યો દ્વારા રચાયેલી સમિતિઓને પડકારતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. સોમવારે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, બંધારણ રાજ્યોને આવી સમિતિઓ બનાવવાની સત્તા આપે છે. ગુજરાત અને ઉત્તરાખંડની સરકારોએ તાજેતરમાં પોતપોતાના રાજ્યોમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવા માટે સમિતિઓની રચના કરી હતી.
રાજ્ય સરકારોના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચે સોમવારે કહ્યું કે, આ મામલે દાખલ કરવામાં આવેલી અરજીમાં કોઈ યોગ્યતા નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે બંધારણના અનુચ્છેદ-૧૬૨ હેઠળ રાજ્યને આવી સમિતિઓ બનાવવાનો અધિકાર છે. આમાં કશું જ ગેરબંધારણીય નથી.
તાજેતરમાં, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ યુનિફોર્મ સિવિલ કોડ માટે પાંચ સભ્યોની ડ્રાફ્ટ કમિટીની જાહેરાત કરી છે. સમિતિ કાયદાનો ડ્રાફ્ટ તૈયાર કરશે, જેના આધારે સરકાર આગળનો નિર્ણય લેશે. તેવી જ રીતે ગુજરાત સરકારે પણ એક સમિતિની રચના કરી છે. હિમાચલ પ્રદેશમાં ભાજપે તેના ઢંઢેરામાં સમાન નાગરિક સંહિતાનો ઉલ્લેખ કર્યો હતો, પરંતુ રાજ્યની ચૂંટણીમાં તેનો પરાજય થયો હતો.
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે બળજબરીથી ધર્મ પરિવર્તન એ ગંભીર મુદ્દો છે અને તેને રાજકીય રંગ આપવો જોઈએ નહીં. બળજબરીથી થતા ધર્માંતરણને રોકવા માટે કડક કાયદાકીય જોગવાઈઓ કરવા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી હતી.
સુપ્રીમ કોર્ટે એટર્ની જનરલને કહ્યું કે તેઓ કોર્ટમાં આવે અને મામલાની સુનાવણી દરમિયાન સહકાર આપે. આ દરમિયાન તમિલનાડુ સરકારના વકીલે કહ્યું કે, અરજી રાજકીય રીતે પ્રેરિત છે. સુપ્રીમ કોર્ટે આના પર વાંધો ઉઠાવતા કહ્યું કે તમારી સમસ્યા અલગ હોઈ શકે છે. બેન્ચને બીજી દિશામાં ન ખસેડો. અમે દેશના દરેક રાજ્યની ચિંતા કરીએ છીએ. જો આ બધું તમારા રાજ્યમાં થઈ રહ્યું હોય તો તે ખોટું છે. આ બાબતને રાજકીય રંગ ન આપો.
છેલ્લી સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે બળજબરીથી કરવામાં આવતા ધર્માંતરણ સામે કડક પગલાં લેવામાં આવશે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે બળજબરીથી ધર્માંતરણ એક ગંભીર મુદ્દો છે અને તે દેશની સુરક્ષાને અસર કરી શકે છે.
બંધારણના અનુચ્છેદ-૧૬૨ હેઠળ રાજ્યને સમિતિ બનાવવાનો અધિકાર: સુપ્રીમ
સર્વોચ્ચ અદાલતે સમાન નાગરિક સંહિતા લાગુ કરવા માટે બે રાજ્યો દ્વારા રચાયેલી સમિતિઓને પડકારતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. સોમવારે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, બંધારણ રાજ્યોને આવી સમિતિઓ બનાવવાની સત્તા આપે છે. ગુજરાત અને ઉત્તરાખંડની સરકારોએ તાજેતરમાં પોતપોતાના રાજ્યોમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવા માટે સમિતિઓની રચના કરી હતી. રાજ્ય સરકારોના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચે સોમવારે કહ્યું કે, આ મામલે દાખલ કરવામાં આવેલી અરજીમાં કોઈ યોગ્યતા નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે બંધારણના અનુચ્છેદ-૧૬૨ હેઠળ રાજ્યને આવી સમિતિઓ બનાવવાનો અધિકાર છે. આમાં કશું જ ગેરબંધારણીય નથી.
તો ટૂંક સમયમાં સમાન નાગરિક સંહિતા લાગુ થઈ જશે?!!
જે રીતે હાલ સુપ્રીમ કોર્ટે સમાન નાગરીક સંહિતાની અમલવારી માટે બનાવેલી કમિટીને પડકારતી અરજી ફગાવી છે તેનાથી કમિટીને લીલીઝંડી મળી ગઈ છે. હવે જો કોઈ મોટું વિઘ્ન કે કાયદાકીય પડકાર સામે ન આવે તો ટૂંક સમયમાં સમાન નાગરીક સંહિતાની અમલવારી થઈ જશે. ભાજપે તેના મેનીફેસ્ટોમાં પણ સમાન નાગરિક સંહિતાની અમલવારીનો ઉલ્લેખ કર્યો હતો. હવે ભાજપ તેનું વચન પૂર્ણ કરવા તરફ આગળ વધી રહ્યું છે. એવું કહેવું પણ અતિશયોક્તિ નહી હોય કે, લોકસભા ચૂંટણી પૂર્વે દેશના અમુક ભાજપ શાસિત રાજ્યોમાં સમાન નાગરીક સંહિતાની અમલવારી થઈ શકે છે.