જગન્નાથ પુરીમાં 23 જૂને રથયાત્રા નીકળશે .સુપ્રીમ કોર્ટે કહ્યું કે, માત્ર પુરીમાં જ યાત્રાની મંજૂરી હશે, ઓરિસ્સામાં ક્યાંય બીજે યાત્રા નહીં નીકળી શકે. કેન્દ્ર સરકારે અરજી કરીને કહ્યું હતું કે, શ્રદ્ધાળુઓને સામેલ કર્યા વગર જ યાત્રા કરી શકાય છે.

વધુમાં કોર્ટે કહ્યું કે, મંદિર કમિટિ, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના કો-ઓર્ડિનેશનમાં યાત્રા કાઢવામાં આવશે, પરંતુ લોકોના સ્વાસ્થ્ય સાથે સમજૂતી ન થવી જોઈએ. સાથે જ કહ્યું કે, પુરી સિવાય ઓરિસ્સામાં બીજે ક્યાંય રથયાત્રા કાઢવામાં નહી આવે.

સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, રથયાત્રા કરોડો લોકોની આસ્થાનો મામલો છે. ભગવાન જગન્નાથ આવતીકાલે બહાર નહીં આવી શક્યા તો પછી 12 વર્ષ સુધી નહીં નીકળી શકે, કારણ કે રથયાત્રાની આ જ પરંપરા છે.

સોલિસિટર જનરલે કહ્યું કે, એક દિવસનું કર્ફ્યૂ લગાવીને યાત્રા કાઢી શકાય છે. ઓરિસ્સા સરકારે પણ તેનું સમર્થન કર્યું છે કે ઘણી શરતો સાથે રથયાત્રાનું આયોજન થઈ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.