રામ જન્મભૂમિ મામલામાં દાખલ કરવામાં આવેલી રિવ્યૂ અરજીઓ પર સુપ્રીમ કોર્ટની ખંડપીઠે ચૂકાદો આપ્યો હતો. આ કેસમાં દાખલ કરવામાં આવેલી તમામ રિવ્યૂ અરજીઓને ફગાવી દેવામાં આવી હતી. બંધ ચેમ્બરમાં પાંચ જજની ખંડપીઠે 18 અરજીઓ પર સુનાવણી કરી અને તમામ અરજીઓને ફગાવી દીધી હતી.
સૌથી પહેલા 2 ડિસેમ્બરે પ્રથમ પુર્નવિચાર અરજી એમ સિદ્ધિકીના કાનૂની વારિસ મૌલાના સૈયદ અશહદ રશિદીએ દાખલ કરી હતી. આ પછી 6 ડિસેમ્બરે મૌલાના મુફ્તિ હસબુલ્લા, મોહમ્મદ ઉમર, મૌલાના મહફુઝર રહમાન, હાજી મહબુબ અને મિસબાહુદ્દીને દાખલ કરી હતી.
આ બધી પુર્નવિચાર અરજીને ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડનું સમર્થન પ્રાપ્ત છે. આ પછી 9 ડિસેમ્બરે બે પુર્નવિચાર અરજી દાખલ કરવામાં આવી હતી.