એફએસએલ અને તબીબી પુરાવાની જેમ વીડિયોગ્રાફીના પુરાવાને ગ્રાહ્ય રાખવા સુપ્રીમ કોર્ટનું તારણ: પોલીસ દ્વારા થતી તપાસમાં મદદરૂપ થઇ શકે તે માટે તમામ ટેકનોલોજી ઉપયોગ કરવો આવશ્યક
અદાલતી કાર્યવાહીમાં પુરાવા તરીકે સ્વીકાર્ય માટે ટેકનોલોજીના રેકોર્ડને પ્રમાણિત કરવાની કરેલી જરૂરી
ટેકનોલોજીના યુગમાં ગુનેગારો વધુ સર્તક બની ગુનાને અંજામ આપી રહ્યા છે. ત્યારે આરોપી સામે કાયદાનો ગાળ્યો વધુ મજબુત બને તે માટે એફએસએલ અને તબીબી પુરાવાની જેમ વીડિયોગ્રાફિ પુરાવાને ગ્રાહ્ય રાખવાનો સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્દેશ આપવામાં આવ્યો છે. અદાલતી કાર્યવાહીમાં પુરાવા તરીકે સ્વીકાર્ય માટે ટેકનોલોજીના રેકોર્ડને પ્રમાણિત કરેલી હોવી જરૂરી ગણાવી છે.
દિલ્હી પોલીસ દ્વારા થયેલી તપાસમાં વીડિયોગ્રાફિક સહિતના ટેકનોલોજી સહિતના પુરાવા રજુ કર્યા હતા. ત્યારે સુપ્રીમ કોર્ટમાં વીડિયોગ્રાફિક અંગેના પુરાવાને ગ્રાહ્ય રાખવા અંગે મહત્વની સુનાવણી થઇ હતી.પોલીસ ગુનાનો ભેદ ઉકેલવા માટે સીસીટીવી ફુટેજ સહિતની ટેકનોલોજીનો ઉપયોગ કરી આરોપીને પકડે છે. પરંતુ આ પ્રકારના પુરાવા અંગે કેટલાક સવાલ ઉભા થતા હોવાથી સુપ્રીમ કોર્ટની ડિવિઝન બેન્ચ અંગે વીડિયોગ્રાફિ સહિતના પુરાવા પ્રમાણિત હોય ત્યારે ધ્યાને રાખી શકયા તેવો સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે.
ટેકનોલોજીના પુરાવાને કાયદાની પરિભાષામાં કંઇ રીતે બંધ બેસાડવી અને પુરાનો યોગ્ય છે કે અયોગ્ય તે અંગે નિષ્ણાંત દ્વારા પરિક્ષણ કરાવેલુ જરૂરી હોય ત્યારે આવા પુરાવાને ગ્રાહ્ય રાખવાથી ગુનેગારો પર અંકુશ આવી શકે તેમ ગણાવી આવી છે. ટેકનોલોજીના યુગમાં નવીનતા સાથે પ્રમાણિત પુરાવા મળી રહે તે આવશ્યક હોવાનું ઠરાવ્યુ છે.
કેમેરામાં કેદ થયેલા ઘટનાને કેપ્ચર કરી એપ્લીકેશન દ્વારા અપલોટ કરી જીપીએસ સીસ્ટમ સાથે જોડાણ કરવાથી ટેકનોલોજીના પુરાવા સાથે ચેડા થવા શકય ન હોય ત્યારે મહત્વનો પુરાવો ગણવો જોઇએ આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો છે કે, ઉચ્ચ કક્ષાના ત્રણ અધિકારીને નિમણુંક આપી રાષ્ટ્રીય પોલીસ તાલીમ ભવનના આવા પરિક્ષણ સાથે સાયબર નિષ્ણાંત જોડાયેલા રહે તે જરૂરી ગણાવ્યું છે. અદાલતી કાર્યવાહીના પુરાવા તરીકે ગ્રાહ્ય રાખવા માટે જવાબદાર અધિકારી દ્વારા ઇલેકટ્રોનિક રેકોર્ડને પ્રમાણિત કરેલા હોવા જરૂરી છે.