૨૧ વિપક્ષે અરજી કરી ૫૦% ઈવીએમ-વીવીપીએટને મેળવવાની માગ કરી હતી: અરજીના
જવાબમાં પંચે વીવીપેટ સ્લિપને ગણવાની રીતે સૌથી યોગ્ય ગણાવી હતી
સુપ્રીમ કોર્ટે સોમવારે ચૂંટણી પંચને EVMઅને VVPATને મેળવવાનો વિસ્તાર વધારવાનું કહ્યું હતું. કોર્ટે પંચને નિર્દેશ આપ્યાં છે કે લોકસભા સીટ અંતર્ગત આવનારી તમામ વિધાનસભાના ૫ બૂથ પર EVMઅને VVPATને મેળવવામાં આવે. આ પહેલાં દરેક વિધાનસભાના ૧ પોલિંગ બૂથ પર જ વીવીપેટ સ્લીપને મેળવવામાં આવતા હતા. આ વ્યવસ્થા વિરૂદ્ધ ૨૧ વિપક્ષી દળોએ સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરી હતી.
વિપક્ષે લોકસભા ચૂંટણીના પરિણામ પહેલાં ૫૦% EVM અને VVPATને મેળવવાની માગ કરી હતી. આ મુદ્દે ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે વીવીપેટ સ્લિપ ગણવાની હાલની રીત સૌથી ઉપયુક્ત છે.
હાલ માત્ર ૧ પોલિંગ બૂથ પર જ મેળવવામાં આવે છે: હાલની વ્યવસ્થા મુજબ વિધાનસભા ચૂંટણીમાં એક પોલિંગ બૂથ પર EVMઅને VVPATસ્લિપને મેળવવામાં આવે છે. તો સામાન્ય ચૂંટણીમાં લોકસભા ક્ષેત્ર અંતર્ગત આવતી તમામ વિધાનસભા ક્ષેત્રોની એક એક પોલિંગ બૂથ પર EVMઅને VVPATસ્લિપને મેળવવામાં આવે છે.
વિપક્ષે અરજી કરી હતી: ચંદ્રબાબૂ નાયડૂ ઉપરાંત શરદ પવાર, કેસી વેણુગોપાલ ડેરેક ઓબ્રાયન, શરદ યાદવ, અખિલેશ યાદવ, સતીશચંદ્ર મિશ્રા, એમકે સ્ટાલિન, ટીકે રંગરાજન, મનોજકુમાર ઝા, ફારુખ અબ્દુલ્લા, એસએસ રેડ્ડી, કુમાર દાનિશ અલી, અજીત સિંહ, મોહમ્મદ બદરુદ્દીન અજમલ, જીતનરામ માંઝી, પ્રોફેસર અશોકકુમાર સિંહ અરજદારો છે.