સુપ્રીમ કોર્ટે ભીમા-કોરેગાંવ કેસમાં ધરપકડ કરવામાં આવેલા પાંચ વિચારકોને 5 સપ્ટેમ્બર સુધી નજરકેદ કરવાનો આદેશ આપ્યો છે. પુણે પોલીસની કાર્યવાહી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું છે કે, અસહમતિ લોકતંત્રનો સેફ્ટી વાલ્વ છે. તેની મંજૂરી આપવામાં ન આવે તો પ્રેશર કૂકર ફાટી શકે છે. સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકાર અને અન્ય પક્ષકારોને 5 સપ્ટેમ્બર સુધી જવાબ આપવાનો આદેશ આપ્યો છે. અરજી કરનાર રાજીવ ધવનનું કહેવું છે કે, ધરપકડ ગેરકાયદેસર રીતે કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.