જજોની વધેલી સંખ્યા બાદ પેન્ડીંગ કેસોનો ઝડપભેર નિકાલ લાવવા સીજેઆઈનો મહત્વપૂર્ણ નિર્ણય: ૧ ઓકટોબરથી કાયમી બેન્ચ કાર્યરત થઈ જશે
સુપ્રીમ કોર્ટમાં ટૂંક સમયમાં કાયમી નિયમિત બંધારણીય બેંચની નિમણૂક થઈ શકે છે. દેશના ૭૦ વર્ષના ન્યાયિક ઇતિહાસમાં આ પહેલી વાર હશે કે ન્યાયાધીશોની કાયમી બંધારણીય બેંચની રચના કરવામાં આવશે. આ ખંડપીઠ બંધારણીય બાબતો અને કાયદાના અર્થઘટનને લગતા પ્રશ્નો સાથે સંબંધિત આવી તમામ બાબતોની સુનાવણી કરશે. ૧૯૫૦ માં સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ સહિત ૮ ન્યાયાધીશો હતા. હાલમાં જજોની સંખ્યા ૩૪ છે. સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા વધારવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તાજેતરમાં મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ લખેલા પત્ર બાદ સંસદમાં કાયદામાં સુધારા કરીને જજોની સંખ્યામાં વધારો કરાયો હતો. ન્યાયમૂર્તિ ગોગોઇએ પત્રમાં ન્યાયાધીશોની સંખ્યા ઓછી હોવાને કારણે વધારાના કામના દબાણને ટાંકીને વડા પ્રધાનને આ દિશામાં તાત્કાલિક પગલા ભરવાની માંગ કરી છે.
સુપ્રીમ કોર્ટમાં હવે કુલ ૩૪ ન્યાયાધીશો છે જજોની આ વધેલી સંખ્યા બાદ ૧ ઓક્ટોબરથી સુપ્રીમ કોર્ટમાં ૫ ન્યાયાધીશોની કાયમી બેંચ હશે. અત્યાર સુધીની સામાન્ય પ્રક્રિયા એ રહી છે કે ૨ જજોની બેંચ કોઈ મુદ્દાને ૩ જજોની બેંચને મોકલે છે. જો ૩ ન્યાયાધીશોની બેંચ કેસને યોગ્ય માને છે, તો પછી મહત્વપૂર્ણ કેસ બંધારણીય બેંચને આપવામાં આવે છે.
સુપ્રીમ કોર્ટમાં, મુખ્ય ન્યાયાધીશ ફક્ત કેસની સંખ્યાના આધારે અને અન્ય મહત્વપૂર્ણ કેસોમાં ન્યાયાધીશોની ભાગીદારીના આધારે ૫ ન્યાયાધીશોની બંધારણની બેંચ તૈયાર કરે છે. મુખ્ય ન્યાયાધીશ માટે છેલ્લા ઘણા દાયકાઓથી ન્યાયાધીશોની બંધારણની બેંચની રચના હંમેશા મુશ્કેલ રહે છે. સુપ્રીમ કોર્ટ દ્વારા કેસની સંખ્યામાં વધારો અને રિટ અધિકારક્ષેત્રના વિસ્તરણ પછી પીઆઈએલની સંખ્યામાં પણ મોટો વધારો થયો છે.આ સંદર્ભમાં સંવિધાન બેંચ દ્વારા તે જ સમયે મોટી સંખ્યામાં મહત્વપૂર્ણ કેસો યોજવામાં આવે છે.
હાલ ૩ ન્યાયાધીશોની ખંડપીઠ સમક્ષ સુનાવણી માટે ૧૬૪ કેસ સુપ્રીમ કોર્ટમાં મોકલવામાં આવ્યા છે. ચીફ જસ્ટિસ ગોગોઇ ૧૬૪ પેન્ડિંગ કેસોની સુનાવણી માટે ૩ ન્યાયાધીશોની કાયમી ૫ બેંચની પણ રચના કરવા જઇ રહ્યા છે. વર્તમાન પરિસ્થિતિમાં, ફક્ત એક કે બે કાયમી ૩ જજોની બેંચ છે, જે રોજિંદા ધોરણે કેસ સંભાળી રહ્યા છે. આ બેંચોમાં પણ દૈનિક સુનાવણી માટે ઘણા બધા કેસો છે કે બાકી રહેલા કેસોની સુનાવણી કરવા માટે પૂરતો સમય નથી.
‘ખંડપીઠ’ નહીં પરંતુ સિંગલ જજથી કેસોનો નિકાલ કરવા સુપ્રીમ સજ્જ
સુપ્રિમ કોર્ટના ઇતિહાસમાં સૌ પ્રથમવાર સિંગલ જજની બેંચનું નિર્માણ કરવામાં આવ્યું છે. સુપ્રિમ કોર્ટના સ્થાપના ૬૯ વર્ષમાં સૌ પ્રથમ વાર સીંગલ ન્યાયમુર્તિની બે ખંડપીઠની નિમાર્ણ કરવામાં આવી છે. જામીન આગોતરા જામીન અને તબદીલી અરજીઓ પર જયારે આ નવી બનાવાયેલી આ સીંગલ ન્યાયમૂર્તિઓની બેંચ સુનાવણી કરશે. જેનો મુળભુત હેતુ વિલંબમાં પડેલા મુકદમાઓની સંખ્યા ઓછી કરવાનું છે. અત્યારે વર્તમાન વ્યવસ્થામાં સુપ્રિમ કોર્ટેમાં કોઇપણ કેસની સુનાવણી ઓછામાં ઓછા બે ન્યાય મૂર્તિઓની બનેલી ખંડપીઠ દ્વારા જ સુનાવણી કરવામાં આવે છે. અલબત ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ દ્વારા નિદેશ કરવામાં આવેલા નવા નિયમોને કેન્દ્ર સરકારે ગ્રાહય રાખ્યું છે. આ નિયમ મુજબ વડી અદાલતે ન્યાયધીશોની સીંગલ બેંચને જામીન અને આગોતરા જામીનના કેસમાં નિર્ણય કરવાનો અધિકારો આપવામાં આવ્યા છે. જયાં ગુનેગારોની સજામાં સાત વર્ષ સુધીની જેલની સજા છે. ગુનાઓની આ શ્રેણીમાં ગુનાહિત આરોપોની સાથે ભ્રષ્ટાચાર નિરોધક કલમોના મામલાઓની શ્રેણી સીંગલ બેંચ સમક્ષ મુકવામાં આવશે.
દેશની વડી અદાલતમાં કેસોના ભરાવાઓના ઝડપથી ઉતારવા માટે સરકારનું આ કદમ ખુબ મહત્વનું માનવામાં આવે છે. સામાન્ય રીતે સુપ્રિમ કોર્ટમાં અત્યાર સુધી કોર્ટ નં.૧ માં મુખ્ય ન્યાયમૂર્તિની દેખરેખ હેઠળ બે થી વધુ ન્યાયમુર્તિઓ દ્વારા અથવા તો ત્રણ ન્યાયમૂર્તિઓની ખંડપીઠ દ્વારા સુનાવણીની પ્રથા છે. સરકારે દ્વારા બહાર પડાયેલા ૧૭મી સપ્ટેમ્બરના ગેજેટમાં સુપ્રીમ કોર્ટ અધિનિયમ ૨૦૧૩ અંતર્ગત આ નિર્ણય લેવાનું નકકી કર્યુ છે.
મુખ્ય ન્યાયમૂર્તિ દ્વારા ખાસ લીવ પિટીશનમાં જામીન અરજી આગોતરા જામીન અરજીના નિકાલ અને કેસના તબદીલ માટેના જોગવાઇઓ માટે કલમ ૪૩૭, ૪૩૮ અને ૪૩૯ સીઆરપીસી અંતગર્ત સાત વર્ષની જેલની જોગવાઇ ધરાવતા કેસોની સુનાવણી હવે સીંગલ બેંચના જજો દ્વારા કરવામાં આવેશે. આ નવી જોગવાઇ મુજબ હવે સીઆરપીસીની કલમ ૪૦૬ અને અધિનિયમ રપ અંતર્ગત મુકદ્દમાઓના ટ્રાન્સફરની સુનાવણી સિંગ્લજજની બેંચ દ્વારા કરાવામાં આવશે. વધુમાં એવું પણ કહેવામાં આવ્યું છે. કે સમય અનુસાર જરુર પડે તો મુખ્ય ન્યાયમૂર્તિ હજુ અન્ય પ્રકારના કેસોના ઉકેલ માટે સિંગ્લ જજની બેંચને નીતી શકે છે. સીંગલ જજને મુખ્ય ન્યાયમૂર્તિ નિમણુંક કરશે. અગાઉ સુપ્રીમ કોર્ટે જુના નિયમોની જોગવાઇ અંતર્ગત એકથી વધુ ન્યાયમૂર્તિ નિમણુંક કરશે.
અગાઉ સુપ્રિમ કોર્ટે જુના નિયમોની જોગવાઇ અંતર્ગત એકથી વધુ ન્યાયમૂર્તિઓને ઉનાળામાં વેકેશન અથવા તો શિયાળાઓની રજાઓમાં કોર્ટનું ભારણ ઘટાડવા માટે ન્યાયધીશોની નિમણુંક કરવામાં આવતી હતી. સુપ્રીમ કોર્ટની વેલેસાઇટમાં જણાવાયું છે. ૧૯૫૦ ના અધિનિયમ મુજબ સંસદે ન્યાયમૂતિની સંખયા ૭ હતી. અગાઉના વર્ષામા સુપ્રિમમાં તમામ ન્યાયધીશો કોર્ટમાં સમક્ષ આવતા કેસોમાં સાથે બેસતા હતા. જેમ જેમ સુપ્રિમ કોર્ટની કામગીરી વધવા લાગી તેમ તેમ કોર્ટના ન્યાયધીશોની સંખ્યા ૮, ૧૯૫૬માં ૧૧, ૧૯૬૦ માં ૧૪, ૧૯૭૮ માં ૧૮, અને ૧૯૮૬ ન્યાયમૂર્તિઓની સંખ્યા ૨૬ કરી હતી.
ન્યાયધીશોની સંખ્યાના વધારા સાથે બે કે ત્રણ ન્યાયમૂર્તિઓ સાથે બેસીને કેસનો ઉકેલ લાવતાં હોય છે વધુ પાંચ ન્યાયમૂર્તિઓની ખંડપીઠ સુનાવણી કરતા હોય છે. જયારે કોઇ મુકદ્દમામાં વિભિન્ન મત અને વિસંગતતા ઉભી થાય છે. ત્યારે એક થી વધુ ન્યાયમૂર્તિઓના મત લેવામાં આવે છે. હવે નવા નિયમ મુજબ સીંગલ ન્યાયમૂર્તિની ખંડપીઠમાં કેસ ચલાવવાની પ્રથામાં રજીસ્ટ્રાર કેસના મૂળભુત દસ્તાવેજી મંગાવી નીચલી કોર્ટના ચુકાદાનો અને આજીવન કેદ અથવા તો ફાંસીની સજાના રેકોર્ડ અન્ય કેસ માટે માર્ગદર્શક ગણી નહિ શકાય જો કોર્ટના ખાસ આદેશો હશે તો જ ચુકાદાઓને માર્ગદર્શક ગણી શકાશે.
કોર્ટની કાર્યવાહીને વધુ ઝડપી અને પારદર્શક બનાવવા હજુ કેટલાક સુધારાઓ સુચવવામાં આવ્યા છે. સુપ્રિમ કોર્ટમાં કેસનું ભારણ ઘટાડવા માટે તાજેતરમાં જ સુપ્રીમમાં ન્યાયમૂર્તિઓની તારીખે દેશમાં એપેક્ષ કોર્ટમાં ન્યાયધીશોની સંખ્યા ૩૦ છે. નવા નિમાયેલા ત્રણ જજોની શપથ વિધિ બાદ અત્યાર સુધીની ઐતિહાસિક સૌથી વધુ ૩૪ ન્યાયધીશોની સંખ્યા થઇ જશે સુપ્રિમ કોર્ટે પ્રથમવાર સાત વર્ષની સજાની જોગવાઇ વાળા કેસના નિકાલ માટે સીંગલ જજની બેંચ ને લીલીઝંડી આપી છે.