સુપ્રીમે સીબીઆઈના જોઈન્ટ ડાયરેકટર, આઈબીના ડાયરેકટર તથા દિલ્હી પોલીસે કમિશનર સાથે કરી વાતચીત
સુપ્રીમના ચિફ જસ્ટીસ રંજન ગોગોઈ પર લાગેલા યૌન પીડિતના આરોપો પાછળ કાવતરુ હોવાનું સામે આવી રહ્યું છે. જેને લઈ બુધવારના રોજ આખા દિવસ દરમિયાન ગરમા-ગરમી રહી હતી. ચિફ જસ્ટીસ રંજન ગોગોઈના વકીલ ઉત્સવ બેન્સે દ્વારા એક એફિડેવીટ કરીને આ મામલાને કાવતરુ ગણાવ્યું હતું. આ મુદ્દે સુનાવણી કરતા ત્રણ જજની ખંડપીઠે આ અંગે બે વાર સુનાવણી હાથ ધરી હતી. સુપ્રીમ કોર્ટના ત્રણ જજની બેંચે સીબીઆઈના જોઈન્ટ ડાયરેકટર, આઈબીના ડાયરેકટર અને દિલ્હી પોલીસ કમિશનર સાથે બંધ બારણે બેઠક કરી હતી.
આ કેસની સુનાવણી કરી રહેલા કોર્ટના ન્યાયમૂર્તિ અરૂણ મિશ્રાએ બચાવપક્ષના વકીલને પુછયું હતું કે, આ મામલા અંગે શું કહેવા માંગો છો ત્યારે બેન્સેએ જણાવ્યું હતું કે, આ કાવતરા સંદર્ભે સીલબંધ કવરમાં પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા છે જે સરાજાહેર ખોલી શકાશે તેમાં એક સીસીટીવી ફૂટેજ પણ રહેલુ છે જેનાથી અનેક ભેદ ખુલશે. ત્યારબાદ કોર્ટ સીલબંધ કવર ખોલીને એટર્ની જનરલને સીબીઆઈ ડાયરેકટર બોલાવવામાં આવ્યા હતા. તથા સુનાવણી કરવાનો નિર્દેશ આપી કોર્ટ દ્વારા માહિતી પણ આપવામાં આવી હતી કે, તમામ સાથે મળીને આ અંગે નકકી કરવામાં આવશે.
આ કેસમાં તપાસ હવે કઈ દિશામાં અને કેવી રીતે આગળ વધારવી કારણ કે આ કેસમાં સુપ્રીમ કોર્ટની પ્રતિષ્ઠા ખરડાવવા માટે આ એક મોટુ કાવતરુ હોવાનું પણ સામે આવી રહ્યું છે. સુપ્રીમ કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, આ કોર્ટની સ્વતંત્ર્તાનો સવાલ છે અને આ બાબત ખુબજ ગંભીર છે. સાથો સાથ બચાવ પક્ષના વકીલે ઉત્સવ બેન્સેની સુરક્ષા પણ જાળવી રાખવી જોઈએ અને તે પણ ઉલ્લેખનીય છે કે, બચાવ પક્ષના વકીલ ઉત્સવ બેન્સે દાવો કર્યો હતો કે, મુખ્ય ન્યાયમુર્તિ મજબૂર થઈ અને રાજીનામુ આપી દે તે મુદ્દે કાવતરુ ઘડવામાં આવ્યું હોય તેમ લાગી રહ્યું છે.