જામીન અરજીનો અઠવાડીયામાં જ નિકાલ થવો જોઈએ: સુપ્રીમનો નીચલી અદાલતોને ગાઈડ લાઈન
કેસોના જલ્દી નિકાલ માટે સુપ્રીમ કોર્ટે સમય મર્યાદા નકકી કરી છે. જામીન અરજીનો અઠવાડીયામાં જ નિકાલ કરવા નીચલી અદાલતોને આદેશ કર્યો છે.
ખાસ કરીને ક્રિમિનલ કેસોનો જલ્દી નિકાલ લાવવા માટે સુપ્રીમ કોર્ટે સમય મર્યાદા નકકી કરી છે. અદાલતોમાં ક્રિમિનલ કેસોનો ભરાવો થઈ ગયો છે. આ ઉપરાંત જામીન અરજીઓનો પણ ખૂબજ ભરાવો થઈ પડયો છે. જામીન અરજીનો વિલંબથી ચુકાદો આવે છે. સુપ્રીમ કોર્ટે આ મુદે ચિંતા વ્યકત કરી હતી. સુપ્રીમ કોર્ટનાં જસ્ટીશો એ.કે. ગોયેલ, યુ.યુ. લલીતની બનેલી ખંડપીઠે હાઈકોર્ટોને માર્ગદર્શન આપ્યું કે ક્રિમિનલ કેસોમાં જામીન અરજીનો નિકલ એક જ અઠવાડીયામાં લાવો આ સિવાય આરોપી કસ્ટડીમાં હોય ત્યારે તેને કેસ વધુમાં વધુ ૬ મહિનાની અંદર બોર્ડ પર લઈ લેવા સમય મર્યાદા નકકી કરાઈ છે. પરંતુ તેની સામે જજની સંખ્યા ઓછીછે પરિણામે મહત્વના કેસ પણ વિલંબથી ચાલે છે. ઈન્ડીયન જયુડીશ્યરી સીસ્ટમને ટ્રેક પર લાવવા માટે અને તેને વધુ વ્યવસ્થિત કરવા માટે સુપ્રીમે ગાઈડલાઈન જારી કરી છે.૪૩.૨૦ લાખ કેસ પાંચ વર્ષથી પેન્ડીંગ છે
નીચલી અદાલતોમાં ૫ વર્ષ જૂના પેન્ડીંગ કેસની સંખ્યા ૨૦૧૫ના અંતમાં ૪૩,૧૯,૬૯૩ (આશરે ૪૩.૨૦લાખ) હતી ઉલ્લેખનીય છેકે દેમાં કરોડો કેસોને ભરાવો થઈ ગયો છે.