મૃત્યુદંડની સજાને આજીવન કારાવાસમાં પરિવર્તીત કરી સુપ્રીમે ગોધરાકાંડના આરોપીઓને રાહત આપી
ગોધરા રેલવે સ્ટેશન પાસે સાબરમતી ટ્રેનના એસ.૬ કોચમાં મુસ્લિમો દ્વારા ડબ્બામાં આગ લગાવતા ૫૯ હિન્દુઓના મોત થયા હતા આ અંગે ૧૫૦૦ લોકો વિરૂધ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. ૨૦૦૨ની આ ઘટનાથી તેનું નામ ગોધરાકાંડ રાખવામાં આવ્યું હતુ. જેમાં ઝડપાયેલા આરોપીઓને આજીવન કારાવાસની સજા આપવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા ગોધરાકાંડના ૩૦ આરોપી જે આજીવન જેલ માટે દંડીત કરાયા છે. તેની અપીલ સુપ્રીમ કોર્ટે સ્વીકારી હતી. ૩૦માંથી ૧૧ લોકોની મૃત્યુદંડની સજાને આજીવન કારાવાસ આપી હળવી કરવામાં આવી હતી. ૨૦૧૧માં ૩૧ આરોપીઓ પર ટ્રોચરનો આરોપ હતો. ત્યારબાદ ગોધરાકાંડ જ્ઞાતિવાદમાં પરિવર્તન થઈ ગયો અને તેને મહાન સ્વ‚પ ધારણ કરી લીધુ ગોધરાકાંડે કુલ ૧ હજાર લોકોનાં જીવ લીધા છે.
ત્યારબાદ લોકલ પોલીસે ૯૫ લોકો સામે તપાસ કરી હતી તેમની ઉપર આતંકી હરકતોનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જેમાંથી ઘણાને અમુક વર્ષમાં જ જામીન મળી ગયા હતા. ફેબ્રુઆરી ૨૦૧૧ના રોજ સ્પેશિયલ જજ પી.આર. પટેલે ૧૧ લોકોને મૃત્યુદંડ અને ૨૦ને આજીવન કારાવાસની સજા આપી હતી. હાઈકોર્ટમાં અરજી કર્યા પહેલા જ એક અરજદાર શકુત પાટડીયા ભાનોનું મૃત્યું થયું હતુ.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,