પશ્ચીમ બંગાળ સરકાર માટે શારદાચીટ ફંડ કૌભાંડની તપાસથી પોલિસ અને સી.બી.આઈ. વચ્ચે ચાલી રહેલા ઘર્ષણ પ્રકરણમાં સુપ્રિમકોર્ટની તવાઈથી વધુ મુશ્કેલીઓ ઉભી થઈ છે.
સુપ્રિમ કોર્ટે મંગળવારે પશ્ચીમ બંગાળના મુખ્ય સચિવ મલય ડે, ડીજીપી વિરેન્દ્ર અને કલકતાના પોલિસ કમિશ્નરને સીબીઆઈ એ દાખલ કરેલી કન્ટેન ઓફ કોર્ટની અરજીની સુનાવણી સામે ઉધડો લઈ લીધો છે.
ચીટફંડ કૌભાંડની તપાસ થાય ત્યાં સુધી કોઈ કાર્યવાહી સામે લેવાયેલ એક્ષેપ કોર્ટના સ્ટે છતા પોલિસે સીબીઆઈ અધિકારીઓ પર કરેલી કાર્યવાહીથી કોર્ટ ખપા થઈ છે.
સીબીઆઈના અધિકારીઓએ ચીટ ફંડ કૌભાંડના મામલે આરોપીઓ દ્વારા પૂરાવાઓના સંભવિત નાશ કરવાના પ્રયાસોની આશંકા અને આરોપીઓને છાવરાતા હોવાની અરજી સામે કોર્ટે પશ્ચીમ બંગાળ સરકાર અને પોલિસને ઝાટકી નાખ્યા છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજીવકુમારને વિશ્વમાં સર્વશ્રેષ્ઠ અધિકારી ગણાવ્યા હતા તેમની સામે ચીટફંડ કૌભાંડમાં મહાભયંકર આક્ષેપ પેન્ડીંગ પડયા છે.
સુપ્રિમ કોર્ટે મુખ્ય સચિવ ડીજીપી અને પોલિસ કમિશ્નર સામે સી.બી.આઈ.ની આકરી કાર્યવાહીની અરજીને ગ્રાહ્ય રાખી આ સમગ્ર ઘટનામાં કન્ટેન ઓફ કોર્ટની કાર્યવાહીની હિમાયત કરી છે.
સુપ્રીમ કોર્ટે આ મામલે મમતા બેનર્જી સરકારને આકરે હાથે લીધી છે.
સુપ્રીમ કોર્ટે આ મામલે ત્રણેય અભિયુકતી મુખ્ય સચિવ મલય ડે, ડીજીપી વિરેન્દ્ર અને કોલકતા પોલીસ કમિશ્નર કુમારને ફેબ્રુઆરી ૧૮ પૂર્વે તેમનો બચાવ રજૂ કરવા તાકીદ કરી છે. જો કોર્ટમાં ૧૮ ફેબ્રુ. સુદી ત્રણેય અધિકારીઓ હાજર નહિ થાય તો ૨૦મી ફેબ્રુ.એ ત્રણેય સામે સમન્સ ઈસ્યુ કરવામાં આવશે.
પશ્ર્ચિમ બંગાળમાં ભારે રાજકીય કટોકટી અને કાનૂની જંગ માટે નિર્મિત બનેલ આ પ્રકરણ હવે અત્યાર સુધી આક્રમક રહેલા મમતા બેનર્જી માટે પીછેહઠનું કારણ બની રહ્યું છે.
સુપ્રીમ કોર્ટની ખંડેપીઠે મુખ્ય સચિવ મલય ડે, ડીજીપી વિરેન્દ્ર અને કોલકતા પોલિસ કમિશનર જો ૧૮મી ફેબ્રુઆરી સુધી કોર્ટ સમક્ષ સુધી હાજર નહિ થાય તો ૨૦મી ફેબ્રુ. સમન્સ કાઢી કાયદાના સકંજામાં લેવામાં આવશે.
સુનાવણી દરમ્યાન કોર્ટે પોલિસ અને સરકારના પક્ષકાર વકીલને આકરા શબ્દોમાં ઝાટકી નાખ્યા હતા.
સુપ્રિમ કોર્ટના આકરા તેવર અંગે પોલીસ અધિકારીએ પ્રતિભાવ આપ્યો હતો કે આ કાયદાકીય પ્રક્રિયા છે. તમામ પક્ષકારો કાયદાનું સન્માન કરે છે.