ન્યાય તંત્રને વધુ સુદ્રઢ બનાવવા ગુજરાત હાઈકોર્ટે દેશભરમાં પ્રથમ ડિજિટલ જસ્ટિસ કલોક કાર્યરત કરી
ડિજિટલ ઈન્ડિયાના મુદ્દે વિઝનરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ડીજિટલ ઈન્ડિયાનો જે એજેન્ડા છે, તેના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી તથા સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના મંત્રી જીતુભાઈ વાઘાણીના માર્ગદર્શન હેઠળ સમાજના દરેક વર્ગનો નાગરિક ઘર આંગણે કોર્ટ ફી ભરી શકે તે સંકલ્પને સિધ્ધ કરવા રાજ્ય સરકારે હાઈકોર્ટના પરામર્શમાં રહી ઈ કોર્ટ ફી પોર્ટલનું અનાવરણ કરવામાં આવ્યું છે. આધુનિક સમયની સાથે તાલમેલ મેળવવા અને અદાલતના સંસાધનોનો અસરકારક રીતે ઉપયોગ કરી વર્ચુઅલ ઇલેક્ટ્રોનીક પ્લેટફોર્મ દ્વારા ઈ કોર્ટ ફી ભરી શકાશે પરિણામે સામાન્ય નાગરિકોને કોર્ટ ફી ભરવામાં વધુ સરળતા રહેશે.
કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યુ છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડીજીટલ ભારતના નિર્માણના સપનાને સાકાર કરવા ગુજરાત સરકારે અનેકવિધ નવતર આયામો હાથ ધર્યા છે ત્યારે ડીજીટલાઈઝેશનના માદ્યમથી ન્યાયતંત્રને વધુ મજબૂત બનાવી નાગરિકોને પારદર્શી સેવાઓ પુરી પાડવા માટે ગુજરાત હાઈકોર્ટે દેશભરમાં સો પ્રથમવાર ડીજીટલ જસ્ટિસ ક્લોક કાર્યરત કરીને ઝડપી ન્યાય તથા જસ્ટીસ ડીલીવરી સીસ્ટમને વધુ મજબૂત બનાવી દેશનો નવી રાહ ચીંધી છે.
આજે ગુજરાત હાઈકોર્ટ દ્વારા તૈયાર કરાયેલ ડીજીટલ જસ્ટિસ ક્લોકના લોકાર્પણ પ્રસંગે સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના મંત્રી જીતુભાઈ વાઘાણીની પ્રેરક ઉપસ્થિતિમાં વર્ચ્યુઅલી સહભાગી થતા મહેસૂલમંત્રીએ ઉમેર્યુ હતું કે, રાજયના નાગરિકો ઝડપી અને બિનખર્ચાળ ન્યાય મળે એ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજય સરકારે ટેકનોલોજીના માધ્યમ થકી અનેકવિધ પગલાઓ લીધા છે. જેના પરિણામે વધુ પારદર્શીતા આવી છે. રાજયની કોર્ટોમા પણ ઈ-સુવિધાઓનો વ્યાપ વધાર્યો છે જેમા ઈ-કોર્ટ ફી સહિતની અન્ય સેવાઓ ઓનલાઈન ડીઝીટલાઈજેશન દ્વારા પુરી પાડી છે જેના લીધે જસ્ટીસ ડીલીવરી સીસ્ટમ વધુ સરળ બની છે.