નાના બાળકોની વસ્તુઓ જેવી કે દૂધની બોટલ અને પીવાના પાણી સિવાયની વસ્તુઓ સીનેમા ઘરોમાં લઈ જવા સુપ્રીમે રોક લગાવી છે.
સુપ્રીમ કોર્ટે મંગળવારે આપેલા ચુકાદા અનુસાર સિનેમાઘરોને હક છે કે પ્રેક્ષકોને બહારના ખાદ્ય પદાર્થોને સિનેમાઘરની અંદર લઇ જતા રોકી શકે તેવી સંપુર્ણ સ્વતંત્રતા છે.ફિલ્મના સમયગાળા દરમિયાન શિશુ અથવા નાના બાળકને ખવડાવવા માટે કોઈ પણ સીનેમા હોલ ખોરાક અથવા દૂધની બોટલની પરવાનગી ન આપે તો ગેરવાજબી રહેશે.
જમ્મૂ કાશ્મીરના સીનેમા ઘરના બે માલિકોએ તેમજ મલ્ટિપ્લેકસ એસોસિયેશન ઓફ ઈન્ડીયા દ્વારા અરજી દાખલ કરાઈ હતી. તે અંગે જમ્મૂ કાશ્મીર હાઈકોર્ટના 18 જુલાઈ 2018એ આપેલા નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.સુપ્રીમ કોર્ટે જમ્મૂ કાશ્મીર હાઈકોર્ટના આદેશને રદ કરી દીધો છે. જેમાં કોર્ટે સિનેમા હોલમાં બહારથી ખાવા-પીવાની વસ્તુઓ લઈ જવાની પરવાનગી આપી હતી. સુપ્રીમે હાઈકોર્ટના આદેશને રદ કરી દીધો છે. સિનેમા હોલમાં બહારથી ખાવા-પીવાની વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ લગાવ્યો હતો.
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની પીઠે સુનાવણી દરમિયાન કહ્યું સિનેમા હોલ કોઈ જીમ નથી, જ્યાં હેલ્ધી ભોજનની જરૂર છે, આ એક મનોરંજનનું સ્થાન છે. સિનેમા હોલ પ્રાઈવેટ પ્રોપર્ટી છે. ત્યાં તેના માલિકની મરજી ચાલશે. હાઈકોર્ટ કેવી રીતે કહી શકે છે કે તે સિનેમા હોલની અંદર કોઈ પણ ખાવાનું લઈને આવી શકે?
સિનિયર એડવોકેટ્સ કે.વી. વિશ્વનાથન અને એસ નિરંજન રેડ્ડીએ જણાવ્યુ હતું કે મૂવી જોનારાઓને આપવામાં આવતી ટિકિટ એ થિયેટર માલિક અને દર્શક વચ્ચેનો કરાર છે. તેમના મતે, ટિકિટના પાછળના ભાગમાં બહારનું ખાવાનું લાવવા પર પ્રતિબંધ છે તેવી રજૂઆત કરવી જોઇએ.
દર્શકો મનોરંજનના ઉદ્દેશ્યથી સિનેમા હોલની મુલાકાત લે છે, અમે સ્પષ્ટપણે માનીએ છીએ કે હાઇકોર્ટે બંધારણની કલમ 226 હેઠળના તેના અધિકારક્ષેત્રની કવાયતમાં મર્યાદાઓનું ઉલ્લંઘન કર્યું છે અને રાજ્યને આદેશ આપ્યો છે કે ફિલ્મ જોનાર પર કોઈ પ્રતિબંધ ન હોવો જોઈએ. સિનેમા હોલની હદમાં બહારથી ટેબલ અને પીણાં લાવવા