કેમ્બ્રીજે કોંગ્રેસ માટે ડેટાનો ઉપયોગ કરતા રાજકારણ ગરમાયું

કલ્યાણકારી યોજનાઓને આધાર સાથે જોડવાની અંતિમ તારીખ ૩૧ માર્ચ

આધારકાર્ડની વિગતોનો ખાનગી કંપનીઓ દ્વારા દૂરઉપયોગ ન કરવામાં આવે તે માટે વડી અદાલત સચેત બની ગઈ છે. અદાલતે દેશમાં ડેટા પ્રોટેકશન કાયદા ન હોવાની વાતે પણ ચિંતા વ્યકત કરી છે. ગઈકાલે મુખ્ય ન્યાયમુર્તિ દિપક મિશ્રા અને ન્યાયમૂર્તિ એ.કે.સીકરી, એ.એમ.ખાનવીલકર, ડી.વાય.ચંદ્રચુડ અને અશોક ભુષણની ખંડપીઠે આ મામલે સુનાવણી હાથ ધરી હતી.

યુઆઈડીઆઈના સીઈઓ અજય ભૂષણ પાંડે દ્વારા સુપ્રીમ કોર્ટમાં ચાર કલાક સુધી પાવર પોઈન્ટ પ્રોઝેન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું અને આધારની સુરક્ષા મામલે દલીલ કરવામાં આવી હતી. આ પ્રેઝન્ટેશન દરમિયાન ખંડપીઠે આધારની સુરક્ષામાં રહેલી બે ખામીઓને તાકી હતી. આધારના એનરોલમેન્ટ સમયે ખાનગી ઓપરેટર આધારની વિગતોની કોપી રાખી શકે છે. જયારે આધાર પ્લેટફોર્મનો ઉપયોગ કરનાર ખાનગી કંપની ગ્રાહકનો ઓેન્ટીકેશન ડેટા સાચવી શકે છે. આ બન્ને ડેટાનો ખાનગી કંપનીઓ ગેરઉપયોગ કરી શકે તેવી ભીતિ વ્યકત કરવામાં આવી છે.

બીજી તરફ ભારત સરકારની કલ્યાણ યોજના હેઠળ આપવાના તા નાણાની ચૂકવણી કરી શકાય તે માટે આધારકાર્ડની બેંક એકાઉન્ટ સો લીંક કરવાની વચ્ચગાળાની ડેડલાઈન ૩૧ માર્ચી લંબાવવાનો સ્પષ્ટ ઈન્કાર વડી અદાલતે કર્યો છે. આ અગાઉ ૧૩મી માર્ચે અદાલતે મોબાઈલ ફોન અને બેંક એકાઉન્ટને આધાર સો લીંક કરવાની ડેડ લાઈન અનિશ્ર્ચીત સમય સુધી લંબાવવાની જાહેરાત કરી હતી.

પાંચ ન્યાયાધીશોની ખંડપીઠ સમક્ષ આધારને બેંક એકાઉન્ટ અને મોબાઈલ સો જોડવાની મુદતને લંબાવવાની માંગણી કરાઈ હતી. જો કે, આ રીતે મુદત લંબાવાશે તો અબજો વર્ષ સુધી પ્રણાલી કાર્યરત ઈ શકશે નહીં તેવી દલીલ કરવામાં આવી હતી. દરમિયાન સીબીડીટીએ આવકવેરાનું રીટર્ન ફાઈલ કરવા માટે પેન અને આધાર લીંક કરવાની મુદત આગામી ૩૦મી જૂન સુધી લંબાવી છે.

દરમિયાન ડિજીટલ ડેટા ચોરીનો રેલો રાષ્ટ્રીય પક્ષો સુધી પહોંચી ગયો છે. કેમ્બ્રિજ એનાલીટીકાએ કોંગ્રેસ માટે કામ કર્યું હોવાનો એકરાર વિસલબ્લોવર કિસ્ટીફર વિલી દ્વારા કરવામાં આવ્યો છે. આ મામલે આઈટી અને કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું છે કે, ઘટના બહાર આવ્યા બાદ હવે કોંગ્રેસ તા રાહુલ ગાંધીએ માફી માંગવી જોઈએ. રાહુલ ગાંધી લોકોનું ધ્યાન હટાવવા માટે પ્રયાસ કરતા હોવાનો આક્ષેપ પણ તેમણે કર્હ્યો હતો.

કોંગ્રેસે કહ્યું છે કે, મોદી સરકારે કેમ્બ્રિજ એનાલીટીકા અને ફેસબૂક સામે ફરિયાદ દાખલ કરવી જોઈએ અને જે પુરાવા મળે તેના આધારે પગલા લેવા જોઈએ. ફેસબૂકના ડેટા લીક યા બાદ આ બનાવ ભાજપ અને કોંગ્રેસને દઝાડી રહ્યો છે. બન્ને પક્ષો એકબીજા પર દોષનો ટોપલો ઢોળી રહ્યાં છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.