ટેલીકોમ કંપનીઓ તેમના ગ્રાહકોને એસ.એમ.એસ. મોકલીને નજીકના કંપનીના બુથ પર આધારકાર્ડ સીમકાર્ડ સાથે લિંક કરાવવાની વિધિ પૂર્ણ કરવા તાકીદ કરે છે

નાણાપ્રધાન અરૂણ જેટલીએ જણાવ્યું હતું કે, ‘આધાર‘નો કાયદો બંધારણની કસોટીમાં પાર ઉતરશે. જેટલીનું નિવેદન એવા સમયે આવ્યું છે જયારે સુપ્રીમ કોર્ટમાં સામાજીક કલ્યાણની યોજનાના લાભ મેળવવા આધાર નંબરને ફરજીયાત બનાવવાના સરકારના પગલા સામેની પિટિશનની સુનાવણી ચાલી રહી છે. જેટલીએ જણાવ્યું હતું કે, કાયદો પસાર થઈ ચુકયો છે અને મને ખાતરી છે કે બંધારણની કસોટીમાં પાર ઉતરશે. નાણાકીય સર્વસમાવેશિતાના કોન્કલેવને સંબોધતા જેટલીએ જણાવ્યું હતું કે, આધારનો વિચાર બહુ સરસ છે. સૌથી પહેલા યુપીએ સરકારે તેનો વિચાર રજુ કર્યો હતો. જોકે હજુ પણ તેમાં સુધારા થઈ રહ્યા છે. તેમાં રહેલી સંભાવનાઓનો પુરો ઉપયોગ થઈ શકયો નથી.

‘આધાર’ અંગે કોઈ કાયદો ન હતો, માત્ર કાયદાનો મુસદો હતો. ‘આધાર’ની મદદથી નિશ્ર્ચિત લાભાર્થીઓ સુધી વિવિધ યોજનાનો લાભ પહોંચાડી શકાય છે. જેટલીના જણાવ્યા અનુસાર ડાયરેકટ બેનિફિટ ઓફ ટ્રાન્સફરનો વ્યાપ વધશે તેમ પ્રધાનમંત્રી જન ધન યોજનાના ખાતા કાર્યરત બનશે. જેટલીએ કહ્યું હતું કે, સબસિડી જેમના માટે ફાળવવામાં આવી હોય તેમના સુધી પહોંચવી જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.