વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલની પીટીશન સામે આધાર કાર્ડની વિગતોની પ્રાઈવસીના કેસમાં સુપ્રીમના પાંચ જજોની ખંડપીઠની સુનાવણી
બીગ બ્રધર બધુ જોઈ રહ્યાં છે, શું કામ જોઈ રહ્યાં છે. તે એક આધારના કેસમાં સુપ્રીમ કોર્ટે ટકોર કરી હતી. સુપ્રીમ કોર્ટનો કહેવાનો મતલબ છે કે, બીગ બ્રધર એટલે કે, કોઈ તિસરી આંખ જે આધારકાર્ડની તમામ વિગતો ઓનલાઈન જોઈ શકે છે અને કદાચ તેનો ગેરઉપયોગ પણ કરી શકે છે. તેથી સુપ્રીમે એક કેસની સુનાવણીમાં કહ્યું કે, આધાર એ રાષ્ટ્રીય હક્કો અને ખાનગી હકકો પર ખરા ઉતરવું પડશે.
અત્યારે ગવર્મેન્ટ સીસ્ટમ મુજબ કોઈ પણ વ્યક્તિ અન્ય વ્યક્તિની આધારની વિગતો ઓનલાઈન જોઈ શકે છે. જેથી અહીં રાઈટ ઓફ પ્રાયવસીનો સવાલ ઉભો થાય છે. કેમ કે, આધાર કાર્ડની વિગતો એક ખુલી કિતાબ જેવી થઈ ગઈ છે. લોકોના ખાનગી હકકો સાથે રાષ્ટ્રીય હકકો અને રાષ્ટ્રીય હિતો પણ જોડાયેલા છે.
અગર લોકોની ખાનગી વિગતો ખાનગી નથી રહેતી અને જાહેર થઈ જાય છે તો પછી તેમના હકકો અને હિતોનું સ્વાભાવીક રીતે જ રક્ષણ થતું નથી. અગાઉ પણ દેશની સુપ્રીમ કોર્ટ આધાર કાર્ડની ઓનલાઈન વિગતો જાહેર થવા અંગે સલામતી સામે પ્રશ્ર્ન ઉઠાવી ચૂકી છે.
વરિષ્ઠ વકીલ કપિલ સીબ્બલે સુપ્રીમ કોર્ટમાં પાંચ જજોની ખંડપીઠ સમક્ષ દલીલ કરી હતી કે, આધારકાર્ડની વર્તમાન સીસ્ટમ તે લોકોના ખાનગી હકકો અને ખાનગી હિતોનું ખુલ્લુ ઉલ્લંઘન છે. આ કેસની સુનાવણીમાં સુપ્રીમે કહ્યું હતું કે, બીગ બ્રધર એટલે કે તિસરી આંખ બધુ જોઈ રહી છે. કેમ કે, આધારની વિગતો હવે ખાનગી ઓપરેટરો પાસે પણ પહોંચી ગઈ છે. તેઓ પણ એસએમએસ મોકલીને આધાર લીંક કરવાની સુચના આપી રહી છે.
ઉલ્લેખનીય છે કે, સરકારે અલગ અલગ સર્વિસ સાથે આધાર લીંક કરવા માટે અંતિમ મુદતની તા.૩૧ માર્ચ ૨૦૧૮ રાખી છે. લોકોની ખાનગી વિગતો મેળવીને કોઈ બીગ બ્રધર સાયબર ક્રાઈમ કરે તેવી પણ દહેશત છે. આમ પણ સાયબર ક્રાઈમનો રેસીયો વધ્યો છે. જેમ જેમ ટેકનોલોજીનો ઉપયોગ વધ્યો તેમ સાયબર ક્રાઈમ વધુ ફુલ્યો-ફાલ્યો છે.