૨૦ હજાર ફૂડ પેકેટ તૈયાર કરાયા: રસ્તાઓ ખુલ્લા કરવા રાહત બચાવકાર્યમાં વહીવટી તંત્ર અને સંસ્થાઓ સાથે મળી કાર્યરત

ગીર સોમના ઉપર મેધરાજા ઓળધોળ છે. છેલ્લા ૧૦ દિવસી અવિરત વરસાદી ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા છે. રસ્તાઓ સાથે નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરમાં પાણી ધુસી ગયા છે. આવિ સ્થિતિમાં ઘરે ભોજન બનાવવુ કઠીન બનતા લોકો સેવાભાવી સંસ્થાઓ કાર્યરત કરેલ રસોડા કે ફુડપેકેટનાં સવારે કુદરતી આફતને હંફાવવા મક્કમ બન્યા છે.

ઉના-ગીરગઢડા પંકમાં છેલ્લા બે દિવસમાં ૪૦ ઇંચી વધુ વરસાદ ખાબકતા તમામ નદી, નાળા, તળાવડા, ડેમ છલોછલ ભરાતા વરસાદી પાણી વધી ગયા હતા. બીજી બાજુ સતત વરસાદી જમીનમાં પાણી ઉતરવાનું ઓછુ થતા પણ વરસાદી પાણી ઠેર-ઠેર ભરાયા હતા.Relefe Work Photos 10પરંતુ આ બધી સ્થિતિમાં સૈારાષ્ટ્રનું ખમીર, શક્તિ, સાહસ, શૈાર્ય સાથે માણસ ભીડ પડે ત્યારે લોકોને સહાયરૂપ થવાની તાસીર અને તાકાત બહાર આવે છે. કચ્છનો ભુકંપ હોય, દુષ્કાળ હોય, માનવ સર્જીત કે કુદરતી આફતમાં સૈારાષ્ટ્રની સેવાભાવી સ્વૈચ્છીક સંસ્થાઓ તન-મન-ધન થી લોકોને સહાયરૂપ થાય છે. બીએપીએસ સંસ્થા ગીરગગઢડા અને ઉના જલારામવાડી ઉના ખાતે અસરગ્રસ્તો માટે ૨૦ હજાર ફુડપેકેટ તૈયાર કરવામાં આવ્યા છે. જે જરૂરીયાતવાળા અસરગ્રસ્ત વિસ્તારોમાં વિતરણ કરવામાં આવી રહ્યા છે.Relefe Work Photos 12ઉના-ગીરગઢડા પંક પર આકાશી આફત સામે ઝીંક ઝીલવા જિલ્લા વહિવટીતંત્રના અધિકારીઓ સ્સાથે બીએપીએસ મંદીર ગીરગઢડાનાં અખંડમંગલ સ્વામી, ઉનાનાં શ્રી દીપકભાઇ શાહ અને સેવાભાવી સ્વમંસેવકોની ટીમ ૨૪ કલાક રસોડુ ચાલુ રાખી ૨૦ હજાર ફુડપેકેટ કાણકીયા,  લેરકા, ચીખલી, કરેણી, આલીદર, હરમડીયા, સીલોજ  સહિતના ગામોમાં પહોંચાડ્યા હતા. ઉપરાંત જલારામવાડી ખાતે રસોડું કાર્યરત કરી રેલ્વે પેસેન્જરો માટે પણ ભોજનની વ્યવસ કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.