છુટછાટ આપવા જઈએ તો વિદેશીઓ ભારતીય અર્થ વ્યવસ પર ભારણ બને: બાંગ્લાદેશી મહિલાના કેસમાં કોર્ટનું તારણ
આધારકાર્ડ એ નાગરિકત્વનું સબુત ની તેવું મુંબઈની એક અદાલતે સુનાવણી દરમિયાન કહેતા અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે. મુંબઈની અદાલતે ૩૫ વર્ષની એક મહિલાને દેશની અંદર ગેરકાયદે પ્રવેશ કરવાના આરોપમાં દોષી જાહેર કરી હતી અને એક વર્ષની સજા સંભળાવી હતી. આ ચુકાદા બાદ આધાર નાગરિકત્વનું પ્રુફ કઈ રીતે ગણી શકાય તે મુદ્દે ચર્ચા શરૂ થઈ છે.
મુંબઈના દહીંસર વિસ્તારમાં રહેનારી જ્યોતિ ગાજી ઉર્ફે તસ્લીમા રબી ઉલને મેજીસ્ટ્રેટ કોર્ટે પાસપોર્ટના નિયમોની અંદર ગુનેગાર ગણી છે. કોર્ટે ચુકાદામાં કહ્યું હતું કે, પાનકાર્ડ, આધારકાર્ડ કે સીલડીડ જેવા દસ્તાવેજો કોઈ વ્યક્તિનાં નાગરિકત્વનું સબુત સાબીત કરવા પુરતા ની. કોઈની નાગરિકત્વને સાબીત કરવા માટે સામાન્ય રીતે જન્મ તારીખનો દાખલો, જન્મનું સ્ળ, માતા-પિતાનું નામ, તેમના જન્મનું સ્ળ અને તેમની નાગરિકત્વતાનું સબુત આપવું પડે છે. કેટલાક કિસ્સામાં દાદા-દાદીના જન્મનું સ્ળ પણ આપવું પુરતું છે.
અદાલતે ચુકાદામાં વધુમાં ઉમેર્યું હતું કે, આ મામલામાં આરોપી ઉપર તે વિદેશી ની તે સાબીત કરવાની જવાબદારી છે. કેસમાં આરોપીએ દાવો કર્યો હતો કે તે બાંગ્લાદેશની રહેવાસી છે અને ૧૫ વર્ષ પહેલા શહેરમાં આવી હતી. આ દલીલ અંગે અદાલતે કહ્યું હતું કે, તે બાંગ્લાદેશી નાગરિક છે તેવું સાબીત ઈ ચૂકયું છે. તેણે કોઈ પાસપોર્ટ કે વિઝાનો ઉપયોગ કર્યા વગર ભારતમાં પ્રવેશ કર્યો હતો.
આ કેસમાં ‘મહિલા છે એટલે છુટછાટ આપવી જોઈએ’ તે પ્રકારની દલીલને અદાલતે ફગાવી હતી અને કહ્યું હતું કે, અમારા મુજબ જો આ પ્રકારની છુટછાટ આપવામાં આવે તો આ મુદ્દો રાષ્ટ્રીય સુરક્ષાનો થઈ જાય. ભારતીય નાગરિકત્વના કાયદેસરના અધિકારો સામે ખતરો સાબીત ઈ શકે. આવી પ્રવૃતિઓના કારણે વિદેશીઓ ભારતની અર્થ વ્યવસ પર ભારણ સાબીત થાય.
અદાલતે કોઈને ક્યાં કારણોસર છુટછાટ આપવી જોઈએ તે બાબતનો કડક દાખલો આ કેસમાં બેસાડયો હતો અને આરોપી મહિલાને એક વર્ષની સજા ફટકારી હતી. આ સજા બાદ આરોપી મહિલાને દેશની બહાર મોકલી દેવાશે. અહીં ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૦૯માં મહિલા સહિત કુલ ૬ વ્યક્તિઓ ઉપર ગુનો નોંધાયો હતો. બાકીના તમામ આરોપી ફરાર ઈ ચૂકયા છે. માત્ર આ મહિલા આરોપી જ કાયદેસરની કાર્યવાહીનો સામનો કરી રહી છે.