રૂ.૫૦,૦૦૦ કે તેથી વધુના ટ્રાન્જેક્શન માટે આધાર-પાન અથવા ફોર્મ ૬૦ આપવાના રહેશે

કેન્દ્ર સરકારે બેન્ક ખાતા ખોલવવાની સાથો સાથ હાઇવેલ્યુ ટ્રાન્જેક્શન એટલે કે ‚.૫૦,૦૦૦થી વધુના ટ્રાન્જેક્શન માટે પણ આધારને ફરજીયાત બનાવ્યું છે. જે લોકો પાસે બેન્ક ખાતા છે તેમને ડિસેમ્બરના અંત સુધીમા યુનિક આઇડિન્ટીફીકેશન નંબર આપવાના રહેશે. નહિતર બેન્ક એકાઉન્ટ રદ થઇ જશે. અગાઉ આવકવેરા વિભાગ બેન્કીંગ અને આર્થિક વ્યવહારો માટે આધારને ફરજીયાત બનાવવાનો નિશ્ર્ચર્ય કરી ચુક્યો હતો.

સરકારના આદેશાનુસાર તા.૧જુનથી ‚.૫૦,૦૦૦ કે તેથી વધુના ટ્રાન્જેક્શન માટે આધાર-પાન અથવા ફોર્મ-૬૦ તમામને જમા કરાવવાનું રહેશે. આ નિયમમાથી કંપનીઓ કે ભાગીદાર પેઢીઓ પણ બાકાત રહેશે નહી.

જે કોઇ વ્યક્તિ પાસે બેન્ક એકાઉન્ટ ખોલતી વખતે આધાર નંબર નહીં હોય તો તેને આધાર ફાળવણી માટેની અરજીનો પુરાવો આપવનો રહેશે તેમજ ૬ માસના આધાર નંબર બેન્કને પુરા પાડવના રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.