વૃદ્ધાવસ્થા અને હાર્ડવર્કને કારણે ફિંગરપ્રિન્ટ મેચ ન થવાના કિસ્સામાં આધાર ચહેરાથી ઓળખાશે !!

ધ યુનિક આઈડેન્ટીફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા ૧ જુલાઈ ૨૦૧૮ થી આધારકાર્ડના વેરીફીકેશન માટે ફિંગર પ્રિન્ટ બાદ આઈરીશ એટલે કે આંખની કિકી અથવા ચહેરા આધારીત ઓળખ સિસ્ટમને લાગુ કરવા જઈ રહી છે. આધારકાર્ડ વેરિફીકેશનમાં હાર્ડવર્કને કારણે આંગળાની છાપ ન આવવા તેમજ વૃદ્ધાવસ્થાને કારણે ફિંગર પ્રિન્ટ ન આવતા હોવાની સમસ્યાના ઉકેલ માટે આ નવી સુવિધા કાર્યરત કરવામાં આવશે.

આધારકાર્ડને લઈ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા કાનુની જંગ વચ્ચે ધ યુનિક આઈડેન્ટીફીકેશન ઓફ ઈન્ડિયા દ્વારા આધારકાર્ડને વધુ મજબુત આધાર તરીકે પ્રસ્થાપિત કરી ‘સાથી’ લોકો સુધી સરકારી સબસીડી, સહાય કે વેરીફીકેશનમાં ઉપયોગ લઈ શકાય તે માટે આધારકાર્ડને વેરિફિકેશનમાં નવા ફિચરનો ઉમેરો કરવા માટે સજજ હોવાનું જણાવી ૧ જુલાઈ ૨૦૧૮થી આધારકાર્ડમાં ચહેરો અથવા આંખની કિકીથી આધારકાર્ડ ધારકનું વેરિફિકેશન કરવાની નવી સુવિધા શરૂ કરવા જાહેર કર્યું છે.

યુનિક આધારકાર્ડ ઓથોરીટીના સતાવાર સુત્રોના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં ૧,૬૯૬.૩૮ કરોડ આધારકાર્ડ અપાયા છે. જેમાંથી ૪૬૪.૮૫ કરોડ લોકોના કેવા વ્યવહારો કરવામાં આવ્યા હોવાનું સતાવાર રીતે જણાવાયું હતું. ઉલ્લેખનીય છે કે આધારકાર્ડ અમલીકરણ મામલે સુપ્રીમ કોર્ટમાં ચાલતા કાનુની જંગમાં આગામી ૨૭ માર્ચથી પાંચ જજોની બંધારણીય બેંચ સમક્ષ ફરીથી સુનાવણી હાથ ધરવામાં આવશે.

દરમિયાન આધારકાર્ડ મામલે એક નવો ખુલાસો કરી ભારતની બે ટોચની ઓનલાઈન સિકયુરીટી કંપની દ્વારા એવો દાવો કરાયો હતો કે સરકારની જ બે જાહેર ક્ષેત્રની એજન્સીઓ દ્વારા આધારકાર્ડનો ડેટા લીક કરવામાં આવી રહ્યો છે અને આ લીકેજના પુરાવા પણ કંપનીઓ દ્વારા પુરા પાડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.