છેલ્લા ઘણા સમયથી ગેરકાયદે બાયોડીઝલ પંપ ધમધમતો હતો, રૂ. 2.89 લાખનું બાયોડીઝલ મળી કુલ રૂ. 4.34 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત : સેમ્પલ એફએસએલમાં મોકલાયા
પુરવઠા વિભાગે રાજકોટ ભાવનગર હાઇવે પર આટકોટ નજીક અનઅધિકૃત બાયોડીઝલ વેચાણ કરતા પંપ પર દરોડો પાડ્યો છે. જ્યાંથીરૂ. ૨,૮૯,૬૭૪ ની કિંમત નું ૩૭૬૨ લિટર બાયોડીઝલ ઝડપી પાડ્યું છે.
રાજકોટ ભાવનગર હાઈવે પર અન અધિકૃત રીતે બાયોડીઝલ(ભેળસેળ યુક્ત પ્રવાહી પેટ્રોલિયમ) નુ વેચાણ કરતા પંપ પર પુરવઠા ખાતા ની ટીમ દ્વારા દરોડો પાડી, ૩૭૬૨ લીટર બાયોડીઝલ કે જેની કિંમત રૂા.૨,૮૯,૬૭૪ થાય છે એ સહિત ડિસ્પેન્સર આઉટલેટ યુનિટ એમએસ ટેન્ક, માપીયા સહિત કુલ રૂપિયા ૪,૩૪,૬૭૪ની કિંમતની સાધન સામગ્રી જપ્ત કરવામાં આવી છે
આ અંગે માહિતી આપતા જિલ્લા પુરવઠા અધિકારી સુરજ સુથારે જણાવ્યું હતું કે જસદણ તાલુકાના આટકોટ પાસે રાજકોટ ભાવનગર હાઇવે પર પ્રજાપતિ હોટલ પાછળ અન અધિકૃત રીતે બાયોડીઝલનું વેચાણ થતું હોવાની વિગત મળેલી હતી જે અનુસંધાને પુરવઠા વિભાગની ટીમ દ્વારા તારીખ ૨૪ ના રોજ સ્થળ તપાસ કરતા માહિતી મુજબ બાયોડીઝલનું વેચાણ થતું હોવાનું માલુમ પડ્યું હતું
પંપના સંચાલક માલિક ઇકબાલભાઈ કથીરીના પ્રતિનિધિ તરીકે નિલેશભાઈ ભીમભાઇ ભોજક ત્યાં હાજર હતા વિવિધ કલમો હેઠળ અન અધિકૃત રીતે બાયોડીઝલના વેચાણ સબબ ડિસ્પેન્સર આઉટલેટ યુનિટ એમએસ ટેન્ક માપીયા સહિત સ્થળ પર હાજર માલનો જથ્થો સીજ કરવામાં આવ્યો છે.
સ્થળ પરથી ધારા ધોરણ અનુસાર નમુના લઇ તેના પૃથ્થકરણ માટે ગાંધીનગર એફએસએલ લેબમાં મોકલવામાં આવેલ છે કલેક્ટર અરુણ મહેશ બાબુ ની સૂચના અનુસાર આગળની કાર્યવાહી હાથ ધરાશે તેમ પુરવઠા અધિકારી સુથારે જણાવ્યું છે.