દેશમાં કોરોના વાયરસ મહામરીને કારણે ઓક્સિજનની અછત વચ્ચે, અસરગ્રસ્ત રાજ્ય મહારાષ્ટ્રમાંથી એક ખૂબ જ દર્દનાક સમાચાર સામે આવ્યા છે. મહારાષ્ટ્રના નાસિકમાં ડો.જાકિર હુસેન હોસ્પિટલની બહાર ઓક્સિજનનું ટેન્કર લીક થતાં 22 લોકોનાં મોત નીપજ્યાં હતાં. લીકેજને કારણે હોસ્પિટલમાં 30 સુધી ઓક્સિજન સપ્લાય બંધ રહી હતી. જેના પગલે વેન્ટિલેટર પર રહેલા 22 દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. માહિતી અનુસાર, ઘણા લોકોની હાલત હજુ પણ ગંભીર છે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્યમત્રી રાજેશ ટોપે કહ્યું કે,ઓક્સિજન સપ્લાય બંધ થતા આ દર્દીઓના મોત નિપજ્યા છે.
માહિતી અનુસાર, હોસ્પિટલમાં 171 જેટલા દર્દીઓને ઓક્સિજન આપવામાં આવી રહ્યું છે. ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી હાથ ધરી છે.
રાજ્ય ઓક્સિજનની અછતથી ઝઝૂમી રહ્યો છે
મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં ઓક્સિજનની અછત છે. દિલ્હીની ઘણી હોસ્પિટલોમાં ઓક્સિજનના થોડા જ કલાકો સુધી ચાલે એટલુ છે.
ઓક્સિજન ટેન્ક ભરતી વખતે અકસ્માત સર્જાયો
ફાયર ઓફિસરએ જણાવ્યું કે, સવારે 12.30 વાગ્યે એક કોલ આવ્યો કે,ટેન્કમાંથી ઓક્સિજન લીક રહ્યું છે. અમે ઘટના સ્થળે પહોંચ્યા અને જોયું કે,ઓક્સિજન ટેન્ક વાલ્વ ખુલ્લો હતો જ્યાંથી ઓક્સિજન લીક થઈ રહ્યું હતું. એક ટેન્કરમાંથી ઓક્સિજનને ઓક્સિજનની ટેન્કમાં ભરવામાં આવી રહ્યો હતો. તેમણે માહિતી આપી હતી કે ‘અમે વાલ્વ બંધ કરી દીધો હતો, પરંતુ ઘણો ઓક્સિજન લીક થઈ ચુક્યું હતું.’