ફૂડ એન્ડ ડ્રગ્સ સહિતની ટીમો દ્વારા સવારી દરોડાની કાર્યવાહી: બે પેઢીઓ ઝપટે
રાજકોટ નજીક આવેલ મેટોડા જીઆઈડીસીમાં ગોળના કોલ્ડ સ્ટોરેજમાં સવારી જિલ્લા પુરવઠા અધિકારી અને ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.
જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ શહેર અને જિલ્લામાં અખાદ્ય ગોળનો મોટો જથ્થો ઉતર્યો હોવાની ચોકકસ હકીકત મળતા આજે સવારી જિલ્લા પુરવઠા અધિકારી જોશી તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમો દ્વારા મેટોડા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ કોલ્ડ સ્ટોરેજ અને અન્ય ગોડાઉનો પર દરોડાનો દોર શરૂ કરાયો છે.
વધુમાં જિલ્લા પુરવઠા અધિકારી જોશીએ જણાવ્યું હતું કે, જિલ્લા કલેકટરની સુચનાી મેટોડા જીઆઈડીસીમાં આવેલા ગોળના ગોડાઉનમાં દરોડા પાડવામાં આવ્યા છે અને સો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમો પણ આ કાર્યવાહી જોડાઈ છે અને ગોળના નમૂના પણ લેવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ગોળના ધર્ંધાીઓ પર પાડવામાં આવેલા આ દરોડા અખાદ્ય ગોળનો મોટો જથ્થો રાજકોટમાં ઉતર્યો હોવાની ચોક્કસ બાતમી કારણભૂત હોવાનું બહાર આવ્યું છે અને આ દરોડાની કાર્યવાહીમાં હાલ તર્તુ બે મોટા ગજાની પેઢીઓમાં તપાસ ચાલી રહી હોવાનું જિલ્લા પુરવઠા અધિકારી જોશીએ અંતમાં જણાવ્યું હતું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,