ગુજરાત માધ્યમિક અને ઊચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તારીખ ૧૧મી જુલાઈના રોજ પૂરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. જે પૂરક પરીક્ષા તા ૧૧થી ૧૪મી જુલાઈ સુધીમાં લેવામાં આવશે.
માધ્યમિક પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારો માટે પરીક્ષા તા.૧૧ જુલાઈના સવારે ૧૦:૩૦ થી ૨ ગણિત અને બપોરે ૩ થી ૬:૩૦ જીવ વિજ્ઞાન જ્યારે તા.૧૨ને શુક્રવારે સવારે ૧૦:૩૦ થી ૨ રાસાયણ વિજ્ઞાન અને ૩ થી ૬:૩૦ અંગ્રેજી તેમજ તા. ૧૩ને શનિવારે ૧૦:૩૦ થી ૨ ગુજરાતી (પ્રથમ ભાષા) અને બપોરે ૩ થી ૬:૩૦ ભૌતિક વિજ્ઞાનનું પેપર લેવામાં આવશે. સવારે ૧૦:૩૦ થી ૧૨:૪૫ કોમ્પ્યૂટર એજ્યુકેશન વિષયનું પેપર લેવામાં આવશે.
જ્યારે ઉત્તર બુનિયાદી અને વ્યવસાય લક્ષી પ્રવાહ માટે તા.૧૪ને રવિવારે બપોરે ૩ થી ૬:૧૫ એક વિષયમાં અનુતીણે થયેલા તમામ અનુતીણે ઉમેદવારોનથી પરીક્ષા લેવામાં આવશે.
જ્યારે કોમ્પ્યુટર એજ્યુકેશન વિષયનું આજ દિવસે બપોરે ૩ થી ૫:૧૫ વાગ્યા સુધીનું રહેશે.