સરીસૃપ પ્રાણીઓ વિશે પ્રચલિત ગેરસમજમાંથી હજુ લોકો બહાર આવ્યા નથી. આંધળી ચાકળ (રેડ સેન્ડ બોઆ)ને ઘરમાં રાખવાથી શ્રીમંત થવાય જેવી ગેરમાન્યતાને કારણે આંધળી ચાકળ માર્કેટમાં ગેરકાનૂની રીતે દોઢ થી બે લાખ રૃપિયામાં વહેચાય છે.
સાપનો ઉપયોગ દવાઓ, કોસ્મેટિક્સ અને બ્લેક મેજિક બનાવવા માટે કરવામાં આવે છે. દેશના ઘણા ભાગોમાં આ સાપ લોકોના નસીબને ચમકાવે છે તેવી માન્યતા છે. ઘરની સંપત્તિમાં વધારો કરે છે તેવુ પણ કહેવાય છે. આ પ્રજાતિના સાપનો ઉપયોગ દવાઓ અને સૌદર્ય પ્રસાધનો બનાવવા માટે કરવામાં આવે છે. અને આજ કારણ છે કે તેની આંતરાષ્ટ્રીય માર્કેટમાં વધારે માંગ છે.
રેડ સેન્ડ બોઆની લંબાઈ આશરે ૨.૪૫ ફૂટ જેટલી હોય છે.ઘણી વખત ૧ મીટર (૩.૨૫ ફૂટ) સુધીની લંબાઈ ધરાવાતી રેડ સેન્ડ બોઆ પણ જોવા મળે છે.રેડ સેન્ડ બોઆના શરીરનું બંધારણ સામન્ય હોય છે.તેની પૂંછડી લગભગ મોઢા જેવા આકરાની હોય છે અને મોઢુ કાચડી-ભિંગડાવાળુ તથા એક ચોક્ક્સ પ્રકારની પૅટર્ન ધરાવે છે.
આળસુ જીવ છે. ખતરાનો અનુભવ થતા શરીરને સર્પિલ આકાર આપે છે એટલે કે પોતાના શરીરને ગોળ વીંટીને મોઢાને છૂપાવી લે છે અને પૂંછડીને ઊંચી કરીને પ્રતિબંધીને ચેતવણી આપે છે.
ભારતમાં આંધળી આસ્થાનો ભોગ બનેલું પ્રાણી એટલે ‘આંધળી ચાકણ’ (રેડ સેન્ડ બોઆ).તાંત્રિકો દ્વારા રેડ સેન્ડ બોઆની તસ્કરી ખૂબ વ્યાપક પ્રમાણમાં થતી હોય છે.તાંત્રિકોના માર્કેટમાં રેડ સેન્ડ બોઆનો ભાવ લાખો રૂપિયા બોલાય છે.જાણકારી અનુશાર તંદુરસ્ત તથા વજન વાળી રેડ સેન્ડ બોઆની કિંમત ૧૫ લાખ સુધી હોય શકે. જેમ રેડ સેન્ડ બોઆ તંદુરસ્ત અને વજન વાળી હોય તેમ તેની સારી કિંમત મળે છે.ઘણી વખત છાપાઓમાં અને ટી.વી ન્યૂઝ ચેનલોમાં એવી વાત પણ સાંભળી અને વાંચી છે કે, રેડ સેન્ડ બોઆના દલાલો હોય છે,જે રેડ સેન્ડ બોઆનો વજન વધારવા ઘરમાં રાખીને ઈંડા,ચીઝ, ઉંદર,છછૂદર જેવો ખોરાક આપે છે.જેથી વજનવાળી બોઆની સારી એવી કિંમત પણ મળે છે.