મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની સાંજવા નેહાએ અધ્યાપક ડો. ધારા આર.દોશીના માર્ગદર્શનમાં 18 થી 25 વર્ષના 1080 યુવાનો અને 990 યુવતીઓ પર એક અભ્યાસ કર્યો
મસ્તકે મસ્તકે બુદ્ધિ ફેર હોય છે પણ આ માનનાર કેટલા? આપણે અહીં બુદ્ધિનું માપદંડ સારા ટકા, સારી નોકરી, ઉચ્ચ પગાર સાથે સાંકડીએ છીએ પરંતુ એ સિષવાય સાથે પણ બુદ્ધિ સંકળાયેલી છે. માતા પિતા કે સમાજે હંમેશા બુદ્ધિ સાથે તેના બાળકોની ટકાવારી જોડી છે. બુદ્ધિ સાથે તેનો શૈક્ષણિક પ્રવાહ જોડ્યો છે. પણ માત્ર ટકાવારી એ બુદ્ધિનું માપદંડ નથી. વધુ આવક ધરાવનાર યુવાન જ સારી બુદ્ધિ ધરાવે એવું નથી હોતું. મનોવિજ્ઞાન માં મનોવૈજ્ઞાનિકોએ બહોળા અભ્યાસ પછી વિવિધ પ્રકારની બુદ્ધિઓ જણાવી છે જેના વિશે મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની સાંજવા નેહાએ અધ્યાપક ડો. ધારા આર.દોશીના માર્ગદર્શનમાં 18 થી 25 વર્ષના 1080 યુવાનો અને 990 યુવતીઓ પર એક અભ્યાસ કર્યો છે.
બુદ્ધિને માપી કઈ રીતે શકાય?
જેમ પહેલા કહ્યું તેમ પરીક્ષામાં આવતી ટકાવારી એ જ બુદ્ધિનું માપદંડ નથી.વ્યક્તિની શારીરિક અને માનસિક ઉંમરના આધારે વ્યક્તિઓનો બુદ્ધિ આંક જાણી શકાય છે. વિવિધ બુદ્ધિ આંક ((Intelligence Quotient ) ધરાવનાર વ્યક્તિનો સમાવેશ અને તેનો અર્થ અલગ અલગ થાય છે.
સર્વેના તારણો
યુવાનોની તુલનામાં યુવતીઓમાં સામાજિક બુદ્ધિ 11% જેટલી વધારે હોય છે યુવાનોની તુલનામાં આવેગિક બુદ્ધિ યુવતીઓમાં 18% જેટલી વધારે હોય છે ભાષાગત બુદ્ધિ યુવાનો અને યુવતીઓમાં લગભગ સમાન હોય છે છતાં યુવાનોની તુલનામાં યુવતીઓની ભાષાગત બુદ્ધિ 2.70% વધારે હોય છે તાર્કિક બુદ્ધિ યુવતીઓની સરખામણીમાં યુવાનોમાં 13% જેટલી વધારે હોય છે. ગાણિતિક બુદ્ધિ યુવતીઓની તુલનામાં યુવાનોમાં 9% જેટલી વધુ હોય છે અવકાશીય બુદ્ધિ યુવાનો અને યુવતીઓમાં સમાન જોવા મળે છે છતાં યુવતીઓની સરખામણીમાં યુવાનોમાં અવકાશી બુદ્ધિ 4.50% જેટલી વધુ હોય છે શારીરિક બુદ્ધિ સૈનિકો, રમતવીરો, શ્રમજીવીઓ અને નૃત્યકારમાં સામાન્ય લોકો કરતા 18% થી 21% જેટલી વધુ હોય છે.
યુવાનો અને યુવતીઓની તુલનામાં યુવાનોમાં શારીરિક બુદ્ધિ યુવતીઓની સરખામણીમાં વધારે હોય છે સંગીત બુદ્ધિ યુવાનોની સરખામણીમાં યુવતીઓમાં 13% થી વધુ હોય છે વ્યક્તિગત બુદ્ધિમાં આવેગોનું મોનીટરીંગ કરવાની ક્ષમતા યુવતીઓમાં વધારે હોય છે જ્યારે પરિસ્થિતિને તાબે કરવાની બુદ્ધિ યુવાનોમાં વધારે હોય છે પ્રેરણા અને ઈચ્છા બુદ્ધિ પુરુષોની તુલનામાં સ્ત્રીઓમાં વધારે હોય છે આધ્યાત્મિક બુદ્ધિ યુવતીઓની તુલનામાં યુવાનોમાં વધારે હોય છે. આધ્યાત્મિક બુદ્ધિની ઓછપને કારણે જ સ્ત્રીઓ ઢોંગી બાબા અને ભુવાઓની જાળમાં વધુ ફસાતી હોય છે. સ્ત્રીઓમાં અંધશ્રદ્ધા પુરુષોની તુલનામાં વધુ હોવાનું એક કારણ આધ્યાત્મિક બુદ્ધિની ખામી હોય છે
બુદ્ધિલબ્ધીના માપ
- 140 કે તેનાથી વધુ – પ્રતિભાશાળી (Genius)
- 120 થી 139 સુધી – અતિશ્રેષ્ઠ ( versuplerion)
- 110 થી 119 સુધી – શ્રેષ્ઠ (superior)
- 90 થી 109 સુધી – સામાન્ય ( Normal)
- 80 થી 89 સુધી – નબળા (Dull)
- 70 થી 79 સુધી – સિમિત મંદબુદ્ધિ (Borderline Feeldeminded)
- 60 થી 69 સુધી – મંદબુદ્ધિ (moron)
8.20 થી 59 સુધી – હીનબુદ્ધિ (Imbecile)
- 20 કે તેનાથી ઓછી – જડબુદ્ધિ (Idiot)