આત્મશ્રદ્ધા અને ત્યાગ હોય તો આપણે રૂઢિચુસ્તતા સામે લડી શકીએ: આજના વિજ્ઞાન યુગમાં પણ માનવી અવૈજ્ઞાનિક, અતાર્કિક કે તિકડમ વાર્તા કે ઘટનામાં માનવા લાગે છે: વિજ્ઞાન અને રૂઢીઓ વચ્ચે આજનો ‘સમાજ’ ઝોલા ખાય છે
રૂઢિચુસ્તતા આપણા સમાજની એક સૌથી મોટી બીમારી છે: આપણા ઘણા એવા સામાજિક રીત રિવાજો હોય છે જે માનસિકતાથી ઘડાયા હોય છે: આજનો યુગ બદલાયો છે, પણ આપણે હજી ત્યાંના ત્યાંજ છીએ: સમાજ કો બદલ ડાલો ની વાતો કરનાર જ્યારે પોતે બદલાશે ત્યારે જ, સારા પરિણામો મળશે
આજે 21 મી સદીમાં પણ ઘણા એવા રીત રિવાજો છે જે, આજના ભણેલ ગણેલ માનવા તૈયાર નથી. પારિવારિક અને સામાજિક દબાણ સામે ઝૂક્યા વગર કોઈ એક અલગ ચીલો ચાતરીને પ્રવર્તમાન યુગમાં વિજ્ઞાનનો આધાર લઈને કંઈક નવું અને નોખું કરી શકે છે, જોકે તેમનામાં બહુ મોટી હિંમત જોઈએ. જૂની રૂઢિઓ આપણા સમાજની એક મોટી બીમારી છે, સમાજના ઘણા એવા સામાજિક રીત રિવાજો હોય છે જે, માનસિકતાથી ઘડાયા હોય છે. આજે ભલે યુગ બદલાયો હોય પણ આપણે હજી બદલાયા નથી.
પરિવાર કે કુટુંબ પ્રથાને કારણે તેની પરંપરા કે રૂઢિઓ પેઢી દર પેઢી ચાલુ રહેતા ઘણી અંધશ્રદ્ધા પ્રબળ થઈ જાય છે. નિરક્ષરતા નાબૂદ થશે તો જ સમાજમાંથી અંધશ્રદ્ધા નાબૂદ થશે. શ્રદ્ધા વિશ્વાસ સાથે આંધળો વિશ્વાસ ભળી જાય ત્યારે અંધશ્રદ્ધા પ્રબળ બને છે, ઘણી અંધશ્રદ્ધાઓ તો પથ્થર યુગથી ચાલી આવતી જોવા મળે છે. આપણે પણ ઘણીવાર એવું કહીએ છીએ કે હવે તો વિજ્ઞાન યુગમાં આપણું જીવીએ છીએ, આવું તે કેમ ચાલે બધા ક્યારે બદલાશે,
આપણે વર્ષો સુધી શિતળા માતાની પૂજા કરીને વિદેશી ડોકટરે ‘શિતળા’વિરોધી રસી શોધીને વિશ્ર્વમાંથી શિતળાના રોગને નાબુદ કર્યો. વિકસિત દેશો કરતાં અવિકસીત દેશોમાં અંધ શ્રઘ્ધામાં લોકો વિશ્ર્વાસ વધુ કરે છે. શિક્ષિત સાથે અશિક્ષિત લોકો પણ શ્રઘ્ધા અંધશ્રઘ્ધા વચ્ચે ફસાતા જોવા મળે છે, આજના વિજ્ઞાન યુગમાં કેટલાય પરિવારો ‘માતાજી આડી’ છે, તેમ કહી બાળકોને રસીકરણ નથી કરાવતા.
આજે માનવીએ બીજા ગ્રહો પર જઇને શોધ સંશોધનો કરવા લાગ્યા છે , ત્યારે હજી લાખો કરોડો લોકો અંધશ્રઘ્ધામાં વિશ્ર્વાસ રાખીને તેની ચુંગલમાં ફસાય જાય છે. ‘કોરોના’વાયરસની રસી શોધવા મેડીકલ સાયન્સ સફળતા મળી છે, ત્યારે પણ આમ કરવાથી કે તેમ કરવાથી ‘કોરોના’ નાબુદ થઇ જશે તેવી પાયા વગરની વાતો અંધશ્રઘ્ધા ફેલાવે છે. પરિવારો કુટુંબોની પરંપરા કે રૂઢીઓને કારણે પેઢી દર પેઢી અંધશ્રઘ્ધા પ્રબળ થઇ જાય છે, ભાવી નાગરીકો પણ આનું આંધળુ અનુકરણ કરવા લાગે છે. આને નાબુદ કરવા ‘શિક્ષણ’ સાથે જનજાગૃતિ એક જ રામબાણ ઇલાજ છે. તેથી જો નિરક્ષરતા નાબુદ થશે તો જ અંધશ્રઘ્ધા નાબુદ થશે.
શ્રઘ્ધા-વિશ્ર્વાસ સાથે આંધળો વિશ્ર્વાસ ભળી જાય ત્યારે અંધશ્રઘ્ધા બને છે. ‘બિલાડી આડી ઉતરી એટલે ન જવાય’ તેવી અંધશ્રઘ્ધા આજે પણ લોકો માને છે. આવી વિવિધ અંધશ્રઘ્ધામાં છોકરું માંદુ પડે તો નજર ઉતારવી, કોઇ બહાર જતું હોય ત્યારે કયા-કારો ન કરવો, ભીંત ગરોળી માથે પડીવી, સાપ કરડે તો ભુવા કે માતાજી ઝેર ઉતારી દે વિગેરે જેવી ઘણી માન્યતાઓ લોક માનસમાં છે. દુ:ખતો એ વાતનું છે કે તેમાં ભણેલા ગણેલ માણસ પણ વિશ્ર્વાસ કરતો થઇ જાય છે. આજની ર1મી સદીમાં ઇન્ફરમેશન ટેકનોલોજીના યુગમાં પણ લોકો અંધશ્રઘ્ધા તરફ દોરવાઇ જાય છે. વર્ષો પહેલા ફૂટપાથ પર ‘પોપટ’ તમારૂ ભવિષ્ય જણાવે તે બહુ જ પ્રખ્યાત હતું. આ એક અંધશ્રઘ્ધા જ હતી આવું શકય જ નથી.
આજનાઁ યુગમાં ડગલે ને પગલે ટેકનોલોજી, વિજ્ઞાનનો ઉપયોગ કરનાર માનવી જ જયારે અવૈજ્ઞાનિક, અતાર્કિક, તિકડમ વાર્તા કે ઘટનામાં માનવા લાગે છે. ઓકટોપસ હાર-જીતની આગાહી કરે કે આ ટીમ જીતશે જો વરસાદ આવે તો? કોઇ પ્લેયરને ખબર પડે કે મારા વિશે સદીની આગાહી કરી છે ને તે શુન્ય રને આઉટ થઇ જાય તો? ત્યારે આવી બે જવાબદારી આગાહી ઉપર કેટલો ભરોસો રાખી શકાય.
વર્ષોથી ચાલી આવતી આગાહીમાંમાં કુતરૂ રાત્રે શેરીમાં રોવે, હોલો ,ઘુવડ કે કાગડો ઘર પર બોલે, દાણા જોઇને તમારી સમસ્યાનો ઉકેલ લાવે જેવી તમામ ઘટનાઓ માનવીને અંધ શ્રઘ્ધાની ખાણમાં ધકેલે છે. આ માટે વિજ્ઞાન જાથા રાષ્ટ્રીયસ્તરે પ્રત્યેક જીલ્લામાં કાર્યરત છે. સમાજનો દરેક વર્ગ જયારે આ અંધશ્રઘ્ધા નિવારણ અભિયાનમાં જોડાશે ત્યારે જ તે દૂર થશે. ‘જન જન જાગે’ અંધશ્રઘ્ધા ભાગે
લોકો એ કર્મ- પુરૂષાર્થના સિઘ્ધાંતને સમજવો પડશે. કોઇની સફળતમાં કિસ્મતને કયાંય સ્થાન નથી. ભારતનાં પૂરાણો, વેદો, ઉપનિષદો, શાસ્ત્રોએ પણ કર્મને મહત્વ આપેલ છે. શ્રઘ્ધા અને અંધશ્રઘ્ધા વચ્ચે પાતળી ભેદ રેખા છે. ઘણીવાર માનવીને ખબર જ નથી પડતી કે તેની શ્રઘ્ધા કયારે અંધશ્રઘ્ધા બની જાય છે.
ભૂત પ્રેત જેવી બાબતો આપણે જાણી જોઇને આપણા નાનકડા સંતાનો બિવડાવવા કહેતા હોય છીએ. વખત જતાં મોટા થતાં બાળકમાં ભયને આ બાબતની પાયા વગરની કેટલીય વાતો અંધશ્રઘ્ધા ઘર કરી જાય છે. આજનાં યુગમાં દરેક મા-બાપે કાળજી લઇને પોતાના સંતાનો કે જે દેશનાં ભાવિ નાગરીકો છે તેને સાચી અને વૈજ્ઞાનિક માહીતીથી અવગત કરાવવા જ પડશે. આજે તો મૃત્યુ પછીથી તમામ લૌકિક પ્રથા બંધ રાખેલ છે તેવી જાહેરાત અખબારોમાં છપાવે છે. આપણા ઘણાં રિત-રિવાજો સામે નવી પેઢીએ શિક્ષણ કારણે પરિવર્તન લાવીને ધરમૂળથી નાબુદ કરીને નવી પેઢીને સ્વચ્છ વાતાવરણ પુરુ પાડયું છે. આજે તમને પણ ઘણા કિસ્સામાં એમ થતું હશે કે કાંઇ આવું થોડું હોય? હવે નો ચાલે પરિવર્તન લાવો ખરેખર આજ સત્ય છે. યુવા પેઢીએ જ અંધશ્રઘ્ધાને નાબુદ કરવી જ પડશે.
અસ્વીકરણ : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અબતક મીડિયા કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.